________________
(૯૫
|| આત્મકર્મ નામનું સ્વરૂપ છે. અને એમ જ હોવાથી નિયુક્તિકાર એ જ વાતને ફરમાવે છે : मू.०- भणइ य गुरू पमत्तो, बज्झइ कूडे अदक्खो य ॥१०९॥
एमेव भावकूडे, बज्झइ जो असुभभावपरिणामो ॥
तम्हा उ असुभभावो, वज्जेयव्वो पयत्तेणं ॥११०॥ મૂલાર્થઃ ગુરુ મહારાજ કહે છે કે પ્રમાદી અને અચતુર એવો મૃગ કૂટને વિષે બંધાય છે. ૧૦લા એ જ પ્રમાણે જે અશુભભાવના પરિણામવાળો સાધુ હોય તે ભાવકૂટને વિષે બંધાય છે. તેથી પ્રયત્નવડે અશુભ ભાવ વર્જવા લાયક છે. ૧૧મી
ટીકાર્થ “પતિ' પ્રતિપાદન કરે છે. ‘વ’ ચ શબ્દ પુનઃ અર્થમાં છે. તે પુનઃનો (પરંતુ) એવો અર્થ આ પ્રમાણે – કેટલાએક સમ્યફ પ્રકારે ગુરુનાં ચરણની સેવા રહિતપણાએ કરીને યથાર્થ તત્ત્વને નહિ જાણનાર ઉપર પ્રમાણે કહે છે, પરન્તુ ગુરુ મહારાજ શ્રી યશોભદ્રસૂરિ ભગવાન્ આ પ્રમાણે કહે છે. આમ કહેવા વડે એમ જણાવે છે કે જિનવચનને યથાર્થ જાણવાની ઇચ્છાવાળાએ બુદ્ધિમાન છતાં પણ સમ્યફ પ્રકારે ગુરુમહારાજના ચરણકમલની અવશ્ય સેવા કરવી. અન્યથા (સેવા ન કરે તો) બુદ્ધિનું યથાર્થપણું ઘટશે નહિ. કહ્યું છે કે “તત્તડુત્વેક્ષમાળાનાં, પુરાળરાવના | અનુપાતિવૃદ્ધાનાં, gશ નાતિપ્રીતિ શા” તેની તેની ઉન્મેલા કરનારા અને વૃદ્ધોની સેવા નહિ કરનારા પુરુષોની બુદ્ધિ પ્રાચીન ગોવિના અતિ પ્રસન્ન થતી નથી લીલા' હવે ગુનાં વચનને જ દેખાડે છે. મૃગ પણ ફૂટ વડે તે જ બંધાય છે કે – જે પ્રમાદી અને અદક્ષ (અચતુર) હોય, પરંતુ જે અપ્રમાદી અને દક્ષ (ચતુર) હોય તે કદાપિ બંધાતો નથી. તે આ પ્રમાણે : અપ્રમાદી મૃગ પ્રથમથી જ કૂટના પ્રદેશનો ત્યાગ કરે છે. ત્યાં જતો જ નથી, છતાં કોઈ પણ પ્રકારે પ્રમાદના વશથી કૂટ પ્રદેશને પણ પ્રાપ્ત થયો હોય, તોપણ જેટલામાં તેના પર બંધ પડતો નથી તેટલામાં દક્ષપણાએ કરીને જલદી તે પ્રદેશથી ખસી જાય છે. જ્યારે જે પ્રમાદી અને દક્ષતારહિત હોય છે તે બંધાય જ છે. તેથી કરીને મૃગ પણ પરમાર્થપણે પોતાની પ્રમાદક્રિયાના વશથી બંધાય છે. માત્ર પરના પ્રયોગમાત્રથી બંધાતો નથી ૧૦૯ “વમેવ' એજ પ્રમાણે – મૃગના દષ્ટાંતમાં કહ્યા પ્રમાણે “પાવછૂટે' સંયમરૂપ ભાવના બંધનને માટે કૂટના જેવું કૂટ એટલે આધાકર્મ, તેને વિષે તે (સાધુ) વધ્યતે' જ્ઞાનાવરણીય આદિ કર્મ વડે બંધાય છે -- જોડાય છે, કે જે ‘સામાવપરિણામ:' આહારના લંપટપણાથી આધાકર્મના ગ્રહણરૂપ અશુભ ભાવના પરિણામવાળો હોય, તે વિના બીજો બંધાતો નથી. (પાચકે આહાર) આધાકર્મ કર્યા છતાં પણ જે (સાધુ) તેને ગ્રહણ કરતો નથી, તે જ્ઞાનાવરણીયાદિક પાપ (અશુભ) કર્મ વડે બંધાતો નથી. કેમ કે કૂટ સ્થાપન કાર્ય છતાં પણ જે મૃગ તે પ્રદેશમાં જ આવતો નથી, અને કદાચ આવ્યો હોય તોપણ યત્નથી તે દેશનો ત્યાગ કરે છે, તે મૃગ) કૂટ વડે બંધને પામતો નથી. તેથી કરીને પરના પ્રયોગમાત્રથી બંધ થતો નથી, કે જેથી અન્યની કહેલી નીતિ (યુક્તિ) વડે પરકૃત કર્મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org