________________
૯૪)
/ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | ભોજન કરનાર સાધુને વિષે સંક્રમે-પ્રાપ્ત થાય? અર્થાત્ ન જ સંક્રમે. પરનું કરેલું કર્મ કદાપિ પણ અન્યને વિષે સંક્રમતું નથી જ. જો કદાચ અન્યને વિષે પણ સંક્રમતું હોય તો ક્ષપકશ્રેણી ઉપર ચડેલા, કૃપા વડે વ્યાપ્ત ચિત્તવાળા અને સમગ્ર જગતના પ્રાણીઓના કર્મને ઉમૂલન કરવામાં સમર્થ એવા મહાત્મા બધા જ પ્રાણીઓનાં જ્ઞાનાવરણીયાદિ કર્મને પોતાના આત્માને વિષે સંક્રમાવીને ખપાવી દે અને તેમ થવાથી સર્વજીવોને એકકાળે જ મુક્તિ પ્રાપ્ત થાય પરંતુ તેમ તો થતું નથી. તેથી કરીને પરનાં કરેલાં કર્મનો સંક્રમ અન્યને વિષે થાય જ નહિ. તે વિષે કહ્યું છે કે “ક્ષજિળપરિત:, 1 સમર્થ: સર્વમળાં . ક્ષયિતશે ઃ કર્મ-સંમ: થાત્ પરત) -' જો પરના કરેલા કર્મનો સંક્રમ થતો હોય તો ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલા તે એકલા મહાત્મા સર્વે કર્મીઓ (જીવો)ના કર્મને ખપાવવા સમર્થ છે. “પરતવર્ષમાં માત્ર ઋામતિ સંમો વિમો વા તત્સત્ત્વનાં કર્મ, વચ્ચે યન તદે' જેથી કરીને પરના કરેલા કર્મને વિષે સંક્રમ કે વિભાગ બીજાને વિષે પ્રાપ્ત થતો નથી, તેથી કરીને પ્રાણીઓને મળે જેનું જે કર્મ હોય તેણે જ તે વેદવા લાયક છે. //રા તો તમારા વડે એમ કેમ કહેવાય છે કે - પરકમને આત્મકર્મરૂપ કરે છે? ૧૦૮
પૂર્વની અંદર રહેલા આ વાક્યના પરમાર્થને નહિ જાણનારા કેટલાક અન્યથા પણ વ્યાખ્યાન કરે છે, તેથી તેના મતને દૂર કરવા માટે ઉપન્યાસ, (તેના મતનું) સ્થાપન કરતા સતા ગ્રંથકાર કહે
मू.०- कूडउवमाए केइ, परप्पउत्तेऽवि बेंति बंधो त्ति ॥ મૂલાર્થ : કેટલાએક ફૂટ (પાસ)ના દૃષ્ટાંત વડે પરનાં પ્રયોગને વિષે પણ બંધ કહે છે !
ટીકાર્થ પ્રવચનનાં રહસ્યને નહિ જાણનારા ‘વિત્' કેટલાએક એટલે પોતાના સમુદાયના જ જૂરોપીયા' કૂટ (પાસ)ના દષ્ટાંત વડે ‘વૂવન્ત' કહે છે કે “પરપ્રયુક્રેપ' પર એવા પાચક આદિ પુરુષે નિષ્પાદન (તૈયાર) કરેલા પણ ઓદનાદિકને વિષે તેને ગ્રહણ કરનાર સાધુને બંધ થાય છે. અર્થાત્ તેમનું કહેવું એમ થાય છે કે – જેમ વ્યાધે શિકારીએ) સ્થાપન કરેલા કૂટને (પાશને) વિષે મૃગને જ બંધ થાય છે, પણ વ્યાપને થતો નથી, તેમ ગૃહસ્થ કરેલા પાકાદિકને વિષે તેને ગ્રહણ કરનાર સાધુને જ બંધ થાય છે, પણ પાક કરનાર ગૃહસ્થને બંધ થતો નથી. તેથી કરીને પરનું જે જ્ઞાનાવરણીયાદિ કર્મ સંભવે છે, તે કર્મને આધાકર્મી ભોજનને ગ્રહણ કરનાર સાધુ પોતાના જ સંબંધીનું કરે છે - પોતાનું જ કરે છે. એથી પરના કર્મને આત્મકર્મરૂપ કરે છે. એમ કહેવાય છે. આવો તેમનો ઉત્તર અસત્ય છે. કેમ કે - તેવો ઉત્તર જિનવચનથી વિરુદ્ધ છે. તે આ પ્રમાણે : (પર પાચકાદિક) સાક્ષાત્ આરંભ કરનાર હોવાથી (તે) પરને પર નિશ્ચય કર્મબંધનો સંભવ છે. તેથી તેણે ગ્રહણ કરનાર સાધુને જ બંધ છે, પણ પાક કરનારને બંધ નથી. એમ કેમ કહો છો? મૃગને પણ માત્ર પરના પ્રયોગથકી જ બંધ છે એમ નથી, પરંતુ પોતાના જ પ્રમાદઆદિ દોષથી બંધ છે. સાધુને પણ એ જ પ્રમાણે બંધ છે. //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org