________________
॥ આત્મકર્મ નામનું સ્વરૂપ ॥
मू.०- आहाकम्मपरिणओ, फासूयमवि संकिलिट्ठपरिणामो ॥ आययमाणो बज्झइ, तं जाणसु अत्तकम्मं ति ॥ १०७॥ परकम्म अत्तकम्मी - करेइ तं जो उ गिहिउं भुंजे ॥
મૂલાર્થ : આધાકર્મના પરિણામવાળો અને સંક્લિષ્ટ પરિણામવાળો સાધુ પ્રાસુક (નિર્દોષ) ને પણ ગ્રહણ કરતો સતો કર્મ વડે બંધાય છે, તેથી તેને તું આત્મકર્મ જાણ ।।૧૦૭ગા એટલે કે તેને ગ્રહણ કરીને જે સાધુ ભોજન કરે છે તે પરના કર્મને પોતાના કર્મરૂપ કરે છે. II
(૯૩
ટીકાર્થ : ‘પ્રાસુ” અચેતન, આ ઉપલક્ષણ છે. ‘પિ’ આધાકર્મ તો દૂર રહો, પણ સ્વરૂપે કરીને એષણીય એવું ભોજનાદિક હોય, (છતાં પણ) સંક્લિષ્ટ પરિણામને લીધે આધાકર્મને ગ્રહણ કરવાના પરિણામવાળો સતો ‘આવવાનઃ' ગ્રહણ કરતો, જેમકે ‘હું અત્યંત (ઘણો જ) વ્યાખ્યાનની લબ્ધિવાળો છું અને અસાધારણ વિદ્વત્તાદિરૂપ મારા ગુણો સૂર્યના કિરણોની જેમ ક્યાં ક્યાં પ્રસરતા નથી ? તેથી મારા ગુણોથી વશ થએલ આ સર્વ લોક રાંધીને તથા રંધાવીને મને આ ઇષ્ટ ઓદનાદિક આપે છે.’ ઇત્યાદિ. એ પ્રકારે (ભાવનાએ) ગ્રહણ કરનાર તે સાધુ સાક્ષાત્ આરંભ કરનારની જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મ વડે બંધાય છે. તેથી તે જ્ઞાનાવરણીયાદિ કર્મના બંધનને તું આત્મકર્મ જાણ. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : આધાકર્મને અથવા સ્વરૂપે કરીને આધાકર્મરહિતને પણ ભક્તિના વશથી મારે માટે આ બનાવ્યું છે. એ પ્રમાણે આધાકર્મને ગ્રહણ કરવાના પરિણામવાળો જ્યારે ગ્રહણ કરે છે ત્યારે તે સાધુ સાક્ષાત્ આરંભકર્તાની જેમ પોતાના પરિણામ વિશેષથકી જ્ઞાનાવરણીયાદિક કર્મ વડે બંધાય છે. જો કદાચ ન ગ્રહણ કરે તો બંધાય નહિ. તેથી કરીને આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ બીજા પાચકાદિનું જે કર્મ તેને પોતાનું પણ કરે છે, માટે પરકર્મને આત્મકર્મરૂપ કરે છે એમ કહેવાય છે. ૫૧૦૭]
આને જ સ્પષ્ટપણે કહે છે કે ‘પરમ’ ઇત્યાદિ. તેથી જ્યારે સાધુ આધાકર્મને ગ્રહણ કરીને આરોગે છે, ત્યારે તે સાધુ બીજા પાચકાદિકનું જે કર્મ, તેને આત્મકર્મરૂપ કરે છે એટલે કે – (તે કર્મને) પોતાના સંબંધીનું પણ કરે છે. (પોતાનું પણ કરે છે) I
આ વાક્યના આ ભાવાર્થને નહિ જાણતો કોઈ અન્ય પુરુષ સંશય ઉત્પન્ન થવાથી પ્રશ્ન કરે છે
કે -
मू.०- तत्थ भवे परकिरिया, कहं नु अन्नत्थ संकमइ ? ॥ १०८ ॥
મૂલાર્થ : ૫૨ની ક્રિયા અન્યને વિષે કેમ પ્રાપ્ત થાય ? ૧૦૮
ટીકાર્થ : ‘તંત્ર’ પરના કર્મને પોતાના કર્મરૂપે કરે છે. એ વાક્યમાં બીજાનું વક્તવ્ય આ પ્રમાણે છે કે : કેવી રીતે ‘પરયિા' પર સંબંધી જ્ઞાનાવરણીયાદિ કર્મ ‘અન્યત્ર’ બીજાને વિષે એટલે આધાકર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org