________________
૯૨)
1 શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે (મૂળથી જ) આત્મજ્ઞ છે, એ પ્રમાણે પરના પ્રાણનું જે વ્યપરોપણ (વિનાશ) તે આત્મજ્ઞ કહેવાય છે. અને તે (આત્મઘ્ન) આધાકર્મનું ભોજન કરનાર સાધુને અનુમોદનાદિક દ્વારવડે અવશ્ય સંભવે છે, તેથી ઉપચારથી આધાકર્મ, એ આત્મષ્મ કહેવાય છે. ૧૦પ
આ પ્રમાણે આત્મબ નામ કહ્યું. હવે આત્મકર્મ નામનો અવસર છે. અને તે આત્મકર્મ પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે નામ આત્મકર્મ, સ્થાપના આત્મકર્મ, દ્રવ્ય આત્મકર્મ અને ભાવાત્મકર્મ. આને આધાકર્મની જેમ ત્યાં સુધી ભાવવું-વિચારવું કે જયાં સુધી નોઆગમથી ભવ્ય શરીર દ્રવ્યાત્મકર્મ આવે, જ્ઞશરીર અને ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય આત્મકર્મને તો કહે છે :
मू.०- दव्वंमि अत्तकम्मं, जं जो उ ममायए तयं दध्वं ॥ મૂલાર્થ જે પુરુષ જે ધનને પોતાનું માને છે, તે પુરુષને તે ધન દ્રવ્યના વિષયવાળું આત્મકર્મ (દ્રવ્યાત્મકર્મ) કહેવાય છે. તે
ટીકાર્થ જે પુરુષ જે રૂપયાદિક ધનને “માયતે” આ મારું છે એમ અંગીકાર કરે છે (માને છે), તે પુરુષને (તે ધન) “બંમિ અ i તિ' જ્ઞશરીર અને ભવ્ય શરીરથી રહિત ' દ્રવ્યના વિષયવાળું આત્મકર્મ થાય છે. પોતાના સંબંધપણાએ કરીને જે કર્મ એટલે કરવું તે આત્મકર્મ, એવી તેની વ્યુત્પત્તિ (સમાસ) થાય છે :
હવે ભાવ આત્મકર્મ બે પ્રકારે છે. તે આ પ્રમાણે : આગમથી અને નોઆગમથી, તેમાં આત્મકર્મ શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળી જે હોય તે આગમથી ભાવાત્મકર્મ કહેવાય છે. હવે નોઆગમથી (ભાવાત્મકર્મને) કહે છે :
मू.०- भावे असुहपरिणओ, परकम्मं अत्तणो कुणइ ॥१०६॥ મૂલાર્થ : અશુભ પરિણામવાળો બીજાના જે કર્મને પોતાનું કરે તે ભાવને વિષે (ભાવથી) આત્મકર્મ કહેવાય છે II૧૦૬
ટીકાર્થ “અશુપતિઃ ' અશુભવડે એટલે પ્રસ્તાવને લીધે આધાકર્મને ગ્રહણ કરવારૂપ અશુભભાવે કરીને પરિણામ પામેલો પુરુષ (સાધુ) પરનું એટલે રાંધનાર વગેરે સંબંધીનું જે પચન-પાચન વગેરેથી ઉત્પન્ન થયેલું જ્ઞાનાવરણીયાદિક કર્મ, તેને પોતાની સંબંધી (પોતાનું) કરે છે. એટલે પર સંબંધીનાં જે કર્મને પોતાના તરીકે કરવું તે “પાવે ભાવથી આત્મકર્મ કહેવાય, અર્થાત્ તે નોઆગમથી ભાવ આત્મકર્મ કહેવાય છે. કેમકે - “માન' એટલે વિશેષ પ્રકારના પરિણામે કરીને બીજાના કર્મને (કરવાને) પોતાના તરીકે કરવું તે ભાવાત્મકકર્મ, એવી તેની વ્યુત્પત્તિ થાય છે. ૧૦૬
આભાવાત્મકકર્મને જ દોઢ ગાથાવડે કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org