________________
આત્મદન નામનું સ્વરૂપ છે તે વિષે કહે છે કે - मू.०- निच्छयनयस्स चरणा-यविघाए नाणदंसणवहोऽवि ॥
ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥१०५॥ મૂલાર્થઃ નિશ્ચયનયના મતે ચારિત્રરૂપી આત્માનો નાશ થયે સતે જ્ઞાન અને દર્શનનો પણ નાશ થયો જાણવો. પરંતુ વ્યવહારનયના મતમાં તો ચારિત્ર હણાયે સતે બીજા બેની ભજના જાણવી Y/૧૦પની.
ટીકાર્થઃ નિશ્ચયનયના મતે ચારિત્રરૂપી આત્માનો વિઘાત થયે સતે જ્ઞાન-દર્શનનો પણ ‘વધ:' વિઘાત જાણવો, કેમકે ચારિત્રની પ્રાપ્તિરૂપ સન્માર્ગમાં જે પ્રવૃત્તિ તે જ્ઞાન-દર્શનનું જ ફળ છે. અને તે પ્રવૃત્તિ જો ન હોય તો તે જ્ઞાન અને દર્શન પણ પરમાર્થથી અવિદ્યમાન જ છે. કેમકે – (તે બંને) પોતાનું કાર્ય કરતા નથી (વિદ્યમાન હોત તો તેનું કાર્ય જે ચારિત્ર તે પણ વિદ્યમાન હોત.) તે વિષે મૂળ ટીકામાં કહ્યું છે કે : - ચારિત્રરૂપ આત્માનો વિઘાત થયે સતે જ્ઞાન-દર્શનનો પણ વધુ થાય છે. કેમકે તે બન્નેનું ફળ ચારિત્ર જ છે, અને ફળને અભાવે હતું (કારણ)નું નિરર્થકપણું છે. તથા વળી જે મનુષ્ય) ચારિત્ર ગ્રહણ કરીને આહારના લંપટાદિકપણાએ કરીને તેનાથી (આધાકર્મ ભોજનથી) નિવૃત્તિ પામતો નથી તે અવશ્ય ભગવાનની આજ્ઞાના લોપાદિકને વિષે વર્તતો (સાધુ) સમ્યજ્ઞાની હોતો નથી અને સમ્યગદર્શનની પણ હોતો નથી. તે વિષે કહ્યું છે કે : “બાપા, વ્િય વર, તમૅને બાળ વિંન મvi fu I ૨ નક્ષતો, રસ્સા સા સે ?' આજ્ઞાએ કરીને જ ચારિત્ર છે. તે આજ્ઞાનો ભંગ થયે સતે તું જાણે કે શું ભગ્ન ન થયું? (સર્વ ભાંગ્યું) તથા આજ્ઞાનું ઉલ્લંઘન કરતો સાધુ શેષ કાર્ય કોની આજ્ઞાથી કરે છે? વા તથા ‘નો ગવાયં ન ;, fમજીઠ્ઠિી તો દુ વો ઉન્નો ? વડ વ મિત્તે પરસ્પ સં ગળાપો – શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જે મનુષ્ય કરતો નથી તેનાથી બીજો કોણ જ મિથ્યા દૃષ્ટિ હોય? અને તે બીજાને શંકા ઉત્પન્ન કરતો સતો મિથ્યાત્વને વધારે છે .રા. તેથી ચારિત્રના વિઘાતથી અવશ્ય જ્ઞાન-દર્શનનો પણ વિઘાત થાય છે.
જયારે વ્યવહારશ્ય તુ' વ્યવહારનયના મતે તો ચારિત્ર હણાયે સતે ‘પયોઃ ' બાકીનાં જ્ઞાન અને દર્શન એ બેની “મનના' ભજના જાણવી. એટલે કોઈ અચારિત્રીમાં તે બંને હોય અને કોઈમાં ન પણ હોય, અર્થાત્ જે એકાંતપણે ભગવાનના વચનથી વિપરીત અંગીકાર કરતો હોય, તેને તે બંને ન હોય, પરંતુ જે દેશવિરતિને (કરતો હોય) અથવા ભગવાનને વિષે માત્ર શ્રદ્ધા કરતો હોય, તેને વ્યવહારનયના મત વડે સમ્યગૃષ્ટિપણું હોવાથી તે બન્ને (જ્ઞાન-દર્શન) હોય છે. તેથી કરીને નિશ્ચયનયના મતની અપેક્ષાએ ચારિત્રરૂપ આત્મા હણાયે સતે જ્ઞાન-દર્શનરૂપ આત્મા પણ હણાય જ, એ હિસાબે પરના પ્રાણનો વિનાશ કરવામાં આસક્ત થયેસ સાધુ (ચારિત્રના) મૂલાત સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org