________________
૯૦)
॥ શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ॥
ટીકાર્થ : આ ગાથાનો અર્થ કહી ગયા છીએ. ॥૩૧॥ (ભાષ્ય)
-
તેથી કરીને નિંદા વડે કે અનિંદા વડે જે (ગૃહસ્થ) ષટ્કાયનું મર્દન કરે છે એટલે કે – પૃથ્વી વગેરે છ કાયના પ્રાણનો નાશ કરે છે, તે ષટ્કાયનું મર્દન ‘આત્મઘ્ન’ નોઆગમથી દ્રવ્ય આત્મઘ્ન છે એમ તીર્થંકર તથા ગણધરો કહે છે ॥૧૦૩||
અહીં કોઈ શંકા કરે કે જે ષટ્કાયનું પ્રમર્દન તે નોઆગમથી દ્રવ્ય આત્મઘ્ન કેમ કહ્યું ? યાવત્ તે ભાવ આત્મઘ્ન કેમ ન થાય ? તેનો જવાબ આપે છે :
मू.० - दव्वाया खलु काया,
મૂલાર્થ : કાય જે તે નિશ્ચયે દ્રવ્યાત્મા કહેવાય છે.
ટીકાર્થ : ‘વાયા' પૃથિવ્યાદિક છ કાય ‘હતુ’ નિશ્ચયે ‘દ્રવ્યાત્મનઃ' દ્રવ્યરૂપ આત્મા છે, કેમકેજીવો ગુણપર્યાયવાળા છે તેથી તે દ્રવ્ય કહેવાય છે તે વિષે કહ્યું છે કે ‘અનીવાયા ધર્માંધમાંાણપુાતા: દ્રવ્યાપિ નીવાથ રૂતિ' ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ અજીવ કાય છે અને જીવો દ્રવ્ય છે ‘તત્ત્વાર્થ સ. ૧, સૂ. ૧-૨' તેથી કરીને તેઓનું (ષટ્કાયનું) જે મર્દન તે દ્રવ્ય આત્મઘ્ન છે.
દ્રવ્ય આત્મઘ્ન કહ્યું. હવે ભાવ આત્મઘ્ન કહેવાનું છે. તે આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે. તેમાં આત્મઘ્ન શબ્દના અર્થને જાણનાર તથા તેમાં ઉપયોગવાળો જે હોય તે આગમથી ભાવ આત્મઘ્ન કહેવાય છે. હવે નોઆગમથી ભાવ આત્મઘ્નને કહે છે :
मू. ० - भावाया तिन्नि नाणमाईणि ॥
परपाणपाडणरओ, चरणायं अप्पणो हणइ ॥ १०४ ॥
મૂલાર્થ : જ્ઞાનાદિક ત્રણ એ ભાવાત્મા કહેવાય છે. તેથી પરના પ્રાણનો નાશ કરવામાં રક્ત થયેલ સાધુ પોતાના ચારિત્રરૂપી આત્માને હણે છે. ૧૦૪
ટીકાર્ય : ‘ભાવાત્માન:’ ભાવરૂપ આત્માઓ ‘ત્રીણિ જ્ઞાનાવીનિ' જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ છે. કેમકે આત્માનું પારમાર્થિક પોતાનું સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે. તેથી તે ત્રણ જ ૫૨માર્થથી (તત્ત્વથી) આત્માઓ છે. બાકીનું જે માત્ર દ્રવ્ય છે તે તત્ત્વથી આત્મા નથી. કેમકે તેમાં પોતાના (તે) સ્વરૂપનો અભાવ છે. તેથી કરીને જે ચારિત્રવાળો સતો પરના એટલે પૃથિવ્યાદિકના, જે ઇંદ્રિયાદિક પ્રાણો તેનું જે ‘પાતન' એટલે વિનાશ કરવો, તેને વિષે ‘રતઃ' એટલે આશક્ત હોય તે પોતાના ચારિત્રરૂપ ભાવ આત્માને હણે છે, અને ચારિત્રરૂપ ભાવાત્મા હણાયે સતે જ્ઞાન અને દર્શનરૂપ આત્મા પણ તત્ત્વથી નિશ્ચય નયથી હણાયા જ જાણવા. ૫૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org