________________
૮૮)
| || શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ ભવ સંબંધિના આયુષ્યને કરે છે - બાંધે છે. બાકીનાં ગતિ આદિ નામાદિક કર્મોને પણ “મધમુલ્લાન અધોગતિની સન્મુખ એટલે અધોગતિમાં લઈ જવાના સ્વભાવવાળા કર્મોને પણ પ્રજાતિ' પ્રકર્ણપણે દુઃસહ, કટુક અને તીવ્ર અનુભવ સહિતપણે કરે છે – બાંધે છે અને તે કર્મ બાંધ્યા સતા આધાકર્મ સંબંધી પરિભોગના લંપટપણાની વૃદ્ધિ થવાથી નિરંતર ઉત્પન્ન થતા “તીવ્ર' અતિ તીવ્ર “માન' પરિણામ (અધ્યવસાય) વડે ‘નવારl' યથાયોગ્યપણે કનિધત્તિરૂ૫૫ણાએ કરીને કે નિકાચનારૂપપમાએ કરીને (તે કર્મોને) સ્થાપન કરે છે, તથા ક્ષણે ક્ષણે અન્ય અન્ય પુદ્ગલના ગ્રહણ વડે ચય અને ઉપચય કરે છે. તેમાં વય એટલે થોડી વૃદ્ધિ અને “ઉપય' એટલે ઘણી વૃદ્ધિ. આ કહેવા વડે આચાર્ય મહારાજે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનાં સૂત્રનું અનુવર્તિપણે જણાવ્યું. તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને વિષે આ પ્રમાણે આલાવો કહ્યો છે. ‘મીમિં મુંનમાળે સમ નિજાથે મH૫ ડીગો વંધરૂં મહે પન્ને મરે વિડુિં મહે ૩ ૩ રૂત્ય (આધાકર્મનું ભોજન કરતો નિગ્રંથ સાધુ આઠ કર્મની પ્રકૃતિને બાંધે છે, નીચે નીચે કરે છે, નીચે ચય કરે છે, નીચે ઉપચય કરે છે. વગેરે) ૧૦ના તેથી કરીને આ પ્રમાણે હોયે સતે : मू.०- तेसिं गुरूणमुदएण, अप्पगं दुग्गईए पवडतं ॥
न चएइ विधारेउं, अहरगति निति कम्माइं ॥१०२॥ મૂલાર્થ: તે ગુરુકર્મના ઉદય વડે દુર્ગતિમાં પડતા એવા આત્માને નીવારવાને માટે આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ) શક્તિમાન થતો નથી. તેથી કમ તેને અધોગતિમાં લઈ જાય છે. ૧૦રા
ટીકાર્થઃ ‘ગુરુ' અધોગતિમાં લઈ જવાનો સ્વભાવ હોવાથી ગુરુ જેવા ગુરુ, (ભારે) તેષાં' - તે અધોભાવયુષ્ય વગેરે કર્મના ‘૩યેન' વિપાક વેદનાના અનુભવરૂપ ઉદય વડે (અથવા વિપાક, વેદના અને અનુભવરૂપ ઉદય વડે) એટલે વિપાક વેદનાના અનુભવરૂપ ઉદયના વશ થકી દુર્ગતિમાં પડતા આત્માને વિધારયિતું નિવારણ કરવા માટે આધાકર્મને ગ્રહણ કરનાર (સાધુ) જેથી કરીને શક્તિમાન થતો નથી – આત્માને દુર્ગતિમાં પડતો કેમેય અટકાવી શકાતો નથી, તેથી કરીને અધોભાવાયુષ્ય વગેરે ઉદયને પામેલા (ઉદયમાં આવેલા) કર્મો (તેને) બલાત્કારે “મધરાતિ' નરકાદિરૂપ અધોગતિમાં લઈ જાય છે. કર્મો કરતાં (કર્મોથી) કોઈ પણ બળવાન નથી. અન્યથા (કર્મની પાસે
*સ્થિતિ અને અનુભાગનું જે મોટું કરવું તે ઉદ્વર્તના કહેવાય છે, અને તે બન્નેનું જે ઓછું = ટુંકું કરવું એ અપવર્નના કહેવાય છે. આ ઉદ્વર્તના અને અપવર્તના સિવાયના બાકીનાને સંક્રમાદિક કરવાના અયોગ્યપણાએ કરીને જે સ્થાપન કરવા તે નિધત્તિ કહેવાય છે, સમપ્રકરણના અયોગ્યપણાએ કરીને જે સ્થાપન કરવા તે નિકાચના કહેવાય છે. (અન્ય કર્મરૂપણાએ કરીને રહેલા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશને અન્ય કર્મરૂપે જે સ્થાપવા તે સંક્રમ કહેવાય છે. (સંક્રમાદિ) અહીં આદિ શબ્દ લખ્યો છે તેથી ઉદીરણા અને ઉપશમના એ બે પણ ગ્રહણ કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org