________________
॥ અધઃકર્મ નામનું સ્વરૂપ ॥
(૮૭
આ વિશુદ્ધ એવા સંયમસ્થાન વગેરેની નીચે નીચે કરે છે (નીચે નીચે પડતાં જાય છે) (૩૦) ભાષ્ય.
જો આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ પોતાના આત્માને સંયમસ્થાનાદિકની નીચે કરે છે તો તેને શું દૂષણ પ્રાપ્ત થયું ? તે શંકા ઉપર કહે છે.
मू.०- भावावयारमाहेउमप्पगे किंचिनूणचरणग्गो || आहाकम्मग्गाही अहो अहो नेई अप्पाणं ॥ १००॥
મૂલાર્થ : કાંઈક ન્યૂન એવા ચારિત્ર વડે શ્રેષ્ઠ એવો સાધુ પોતાના ભાવનું ઉતારવું કરીને આધાકર્મને ગ્રહણ કરતો સતો પોતાના આત્માને નીચે નીચે લઈ જાય છે. ।।૧૦૦ા
ટીકાર્થ : ‘ભાવનાં' સંયમસ્થાનાદિક વિશુદ્ધ ભાવોનું ‘ધસ્તાત્' એટલે હીન વધારે હીન એવા અધ્યવસાયોને વિષે ‘અવતાર’ ઉતારવું ‘આધાય’ કરીને ‘વિષિમૂળવળો' અહીં ચરણ વડે જે અગ્ર એટલે પ્રધાન તે ચરણાગ્ર કહેવાય છે અને તે નિશ્ચયનયના મતની અપેક્ષાએ ક્ષીણકષાયાદિક અકષાય ચારિત્રવાળો ગ્રહણ કરાય છે. તેને (આને) પ્રમાદનો સંભવ હોતો નથી, તેમજ (કોઈ પદાર્થોની) લોલુપતા પણ હોતી નથી. કેમકે-લોલાદિક મોહનીય કર્મનો એકાંતપણે નાશ થયો છે. તેથી કરીને તેને આધાકર્મ ગ્રહણ કરવાનો સંભવ હોતો નથી તેથી (સૂત્રમાં) કિંચિન્યૂનનું ગ્રહણ કર્યું છે. કિંચિત્ (કાંઈક) ન્યૂન એવા ચારિત્ર વડે જે અગ્ન એટલે પ્રધાન, તે કિંચિત્યૂનચરણાગ્ર કહેવાય છે અને તે પરમાર્થથી ઉપશાંતમોહ (અગ્યારમા ગુણસ્થાનવાળો ચારિત્રી) કહેવાય છે. અતિશયને દેખાડવા માટે આ કહ્યું છે. તેથી તેનો ભાવાર્થ આ પ્રમાણે છે-કાંઈક ન્યૂન ચારિત્ર વડે અગ્ર એવો પણ, અર્થાત્ પ્રમત્તસંયતાદિક તો દૂર રહો, આધાકર્મને ગ્રહણ કરનાર (તેવા ઉત્કટ) સાધુ (પણ) પોતાના આત્માને ‘અધોઽધો' રત્નપ્રભાદિક નરક વગેરેમાં લઈ જાય છે. આ દૂષણ આધાકર્મ ગ્રહણ કરનારને લાગે છે. ૫૧૦૦૦
એ જ વાત કહે છે -
मू.०- बंधई अहेभवाऊ, पकरेड़ अहोमुहाई कम्माई ॥
घणकरणं तिव्वेण उ, भावेण चओ उवचओ य ॥ १०१ ॥
મૂલાર્થ : આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ નીચા ભવનું આયુષ્ય બાંધે છે, અને બાકીના કર્મોને અધોગતિની સન્મુખ કરે છે, તથા તીવ્રભાવ (અધ્યવસાય) વડે કર્મને ઘન (ગાઢ) કરે છે, તથા ચય અને ઉપચય કરે છે. ૧૦૧
ટીકાર્થ : આધાકર્મને ગ્રહણ કરનાર સાધુ વિશુદ્ધ એવા સંયમ આદિ સ્થાનથી ઉતરીને ‘અધઃ’ નીચે નીચે વર્તનારા હીન, વધારે હીનભાવોને વિષે વર્તતો સતો ‘અધોમવસ્ય' રત્નપ્રભાદિક નારકરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org