________________
૮૬)
II શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ II
તેટલા તેટલા અનંતમાં ભાગે કરીને અધિક જાણવું. (૧) તથા અસંખ્યેય ભાગ અધિક એવા સંયમસ્થાનો આ પ્રમાણે – પછી પછીના (ઉત્તરોત્તર) સંયમસ્થાન સંબંધી નિર્વિભાગ ભાગોને અસંખ્યેય લોકાકાશ પ્રદેશ પ્રમાણવાળા રાશિ વડે ભાગાકાર કરવાથી જે જે (ભાગમાં) પ્રાપ્ત થાય છે. તે તે અસંખ્યાતમો ભાગ થાય છે. તેથી તે તે અસંખ્યાતમા ભાગે કરીને અધિક એવા સંયમસ્થાનો અસંખ્યેય ભાગ અધિક જાણવાં (૨) તથા સંધ્યેય ભાગ અધિક (સંયમસ્થાનો) તે આ પ્રમાણે - પછી પછીના (ઉત્તરોત્ત૨) સંયમસ્થાનને ઉત્કૃષ્ટ સંધ્યેય લોકાકાશ પ્રદેશ પ્રમાણ રાશિ વડે ભાગાકાર કરવાથી જે જે પ્રાપ્ત થાય, તે તે સંધ્યેયતમ ભાગ થાય છે, તેથી તે તે સંખ્યાતમા ભાગે કરીને અધિક એટલે સંખ્યેય ભાગાધિક સંયમસ્થાનો જાણવાં (૩) તથા સંધ્યેય ગુણ વૃદ્ધિવાળા (સંયમસ્થાનો) આ પ્રમાણે પછી પછીના (ઉત્તરોત્તર) સંયમસ્થાનના જે જે નિર્વિભાગ ભાગો છે, તે તે (ભાગો) ઉત્કૃષ્ટ સંધ્યેય લોકાકાશ પ્રદેશ પ્રમાણ રાશિ વડે ગુણવા અને ગુણવાથી જેટલા જેટલા થાય તેટલા તેટલા પ્રમાણવાળા સંધ્યેય ગુણ અધિક સંયમનાં સ્થાનો જાણવાં (૪) એ જ પ્રમાણે અસંખ્યેય ગુણ વૃદ્ધિવાળાં (૫) અને અનંત ગુણ વૃદ્ધિવાળાં (૬) સંયમનાં સ્થાનો જાણવાં. વિશેષ એ કે અસંખ્યેય ગુણ વૃદ્ધિવાળાને વિષે પછીના સંયમસ્થાનના નિર્વિભાગ ભાગોને અસંખ્યેય લોકાકાશ પ્રદેશ પ્રમાણવાળા અસંખ્યેય રાશિ વડે ગુણવા અને અનંત ગુણ વૃદ્ધિવાળાને વિષે સર્વજીવ પ્રમાણવાળા અનંત વડે ગુણવા (૫-૬) આ પ્રમાણે ભાગાકાર અને ગુણકારાની કલ્પના પોતાની મતિરૂપ શિલ્પ વડે કલ્પી છે એમ તું ન જાણીશ. કેમકે - કર્મપ્રકૃતિ સંગ્રહણીમાં ષડ્થાનકમાં રહેલા ભાગાકાર અને ગુણકારના વિચારના અધિકાર વખતે કહ્યું છે કે - ‘સનિયાળમસંવેન્ગલોળસંધિન્નાસ્સ બિદુસ્સ। માળો તિસુ મુળળા તિક્ષુ' કૃતિ (સર્વજીવ (અનંત) ઉત્કૃષ્ટ અસંખ્યેય લોકાકાશ પ્રદેશ અને ઉત્કૃષ્ટ સંધ્યેય લોકાકાશ પ્રદેશ વડે ત્રણમાં ભાગાકાર અને ત્રણમાં ગુણાકાર કરવો.)
પહેલા ષસ્થાનકની પછી ઉપર કહેલા ક્રમ વડે જ બીજું ષસ્થાનક પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે ત્રીજું પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ષસ્થાનકો ત્યાં સુધી કહેવાં કે - જ્યાં સુધી તે અસંખ્યેય લોકાકાશના પ્રદેશની જેટલા પ્રમાણવાળા થાય. તે વિષે કહ્યું છે કે - ‘છઠ્ઠાળળવસાળે, અન્ન છઠ્ઠાળયં પુનો અન્ન । વમસંહા તોળા, છઠ્ઠાનાં મુળયા ।।' (પહેલાં ષસ્થાનકથી પછી બીજું ષસ્થાનક અને ત્યાર પછી અન્ય (ત્રીજું) એમ અસંખ્યલોકાકાશના પ્રદેશ જેટલા પત્થાનકો જાણવા. આવા પ્રકારના અસંખ્ય લોકાકાશના પ્રદેશ જેટવા પ્રમાણવાળા જે ષડ્થાનકો થાય તે સર્વે મળીને એક સંયમશ્રેણિ કહેવાય છે. તે વિષે મૂળમાં કહ્યું છે કે ‘છઠ્ઠાળા ૩ અસંવા સંગમસેઢી મુળવવ્યા' અસંખ્ય ષસ્થાનકો મળીને એક સંયમશ્રેણિ થાય છે એમ જાણવું. (૨૯)
તથા ‘ભેલા વૃત્તિ' કૃષ્ણાદિક લેષ્માઓ, તથા સ્થિતિવિશેષાઃ' ઉત્કૃષ્ટ એટલે સર્વથી ઉત્કૃષ્ટ સાતાવેદનીય વગેરે વિશુદ્ધ પ્રકૃતિ સંબંધી વિશુદ્ધ સ્થિતિવિશેષો જાણવા. તેથી કરીને આ સંયમસ્થાન વગેરેનાં શુભ સ્થાનોને વિષે વર્તતો ‘તપ્રાદ’ આધાકર્મને ગ્રહણ કરનાર (સાધુ) પોતાના આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org