________________
॥ અધઃકર્મ નામનું સ્વરૂપ ॥
(૮૫
સંયમસ્થાને પ્રસંગે અસંખ્યેય ગુણ અધિક સંયમસ્થાન કહેવું. ત્યાર પછી ફરીને પણ મૂળથી આરંભીને જેટલા સંયમસ્થાનો પૂર્વે અતિક્રાંત થયાં છે, તેટલાં તે જ અનુક્રમ વડે ફરીથી પણ કહેવાં. ત્યારપછી ફરીથી પણ એક અસંખ્યેય ગુણાધિક સંયમ સ્થાન કહેવું. ત્યાર બાદ ફરીથી પણ મૂળથી આરંભીને તેટલાં સંયમસ્થાનો તે જ પ્રકારે કહેવાં. ત્યાર પછી ફરીથી પણ એક અસંખ્યેય ગુણાધિક સંયમસ્થાન કહેવું આ પ્રમાણે આ અસંખ્યેય ગુણાધિક સંયમસ્થાનો ત્યાં સુધી કહેવા કે - જ્યાં સુધી તે કંડક પ્રમાણવાળા થાય ત્યારપછી પૂર્વની પરિપાટીએ ફરીને પણ અસંખ્યેય ગુણ અધિક એવા સંયમ સ્થાનને પ્રસંગે અનંતગુણ અધિક સંયમસ્થાન કહેવું ત્યારપછી ફરીથી મૂળથી આરંભીને જેટલાં સંયમસ્થાનો પૂર્વે અતિક્રાંત થયા છે તેટલાં તે જ પ્રમાણે અનુક્રમે ફરીથી પણ કહેવાં ત્યારપછી ફરીથી પણ અનંતગુણ અધિક એક સંયમસ્થાન કહેવું. ત્યારપછી ફરીથી પણ મૂળથી આરંભીને તેટલાં સંયમનાં સ્થાને તે જ પ્રમાણે કહેવા - ત્યારપછી ફરીને પણ અનંતગુણ અધિક એક સંયમસ્થાન કહેવું. એ પ્રમાણે અંનતગુણ અધિક એવા સંયમસ્થાનો ત્યાં સુધી કહેવા કે- જ્યાં સુધી તે કંડક પ્રમાણવાળાં થાય. ત્યાર પછી ફરીથી પણ તે સંયમસ્થાનની ઉપર પાંચની વૃદ્ધિવાળા (પંચસ્થાન પતિતા-પાંચમા સ્થાનક સુધીનાં) સંયમસ્થાનો મૂળથી આરંભીને તે જ પ્રમાણે કહેવાં. જે અનંત ગુણ વૃદ્ધિસ્થાન છે તે પ્રાપ્ત થતું નથી. કારણ કે (તે સ્થાને) ષસ્થાનકની સમાપ્તિ છે. આવા અસંખ્યાતા કંડકો એકઠાં થાય ત્યારે એક ષડ્થાનક થાય છે. તે વિષે ભાષ્યકાર કહે છે કે – “સંઘાğાળિ ૩ ઝંડાળિ છઠ્ઠામાં વિિિવદ્યું" અસંખ્યાતા કંડકો મળીને એક સ્થાનક થાય છે.
જ
આ ષસ્થાનકમાં છ પ્રકારે વૃદ્ધિ કહી છે. તે આ પ્રમામે ૧. અનંતભાગવૃદ્ધિ, ૨. અસંખ્યેયભાગવૃદ્ધિ, ૩. સંધ્યેયભાગવૃદ્ધિ, ૪. સંધ્યેયગુણવૃદ્ધિ, ૫. અસંખ્યેયગુણવૃદ્ધિ અને ૬., અનંતગુણવૃદ્ધિ. તેમાં જેવા પ્રકારનો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ અથવા સંખ્યાતમો ભાગ ગ્રહણ કરાય છે, તથા જેવા પ્રકારનો સંખ્યાતો, અસંખ્યાતો કે અનંતો ગુણાકાર ગ્રહણ કરાય છે, તે કહેવાય છે : તેમાં જેની અપેક્ષાએ અનંતભાગની વૃદ્ધિ કહી છે તેને સર્વ જીવની સંખ્યા પ્રમાણ (અનંત) રાશિ વડે ભાગાકાર કરવો. તેમ કરવાથી ભાગમાં જે પ્રાપ્ત થયું તે અનંતતમ ભાગ સમજવો. તેણે કરીને અધિક એવું પછીનું સંયમસ્થાન જાણવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : પહેલાં સંયમસ્થાનનાં જે નિર્વિભાગ ભાગો છે., તેમને સર્વ જીવની સંખ્યા પ્રમાણ રાશિ વડે ભાગાકાર કરે સતે જે ભાગમાં આવે છે તેટલા પ્રમાણવાળા નિર્વિભાગ ભાગો વડે અધિક એવાં નિર્વિભાગ ભાગો બીજા સંયમસ્થાનમાં પ્રાપ્ત થાય છે. તથા બીજા સંયમસ્થાનના જે નિર્વિભાગ ભાગો છે, તેમને સર્વ જીવની સંખ્યાપ્રમાણ રાશિ વડે ભાગાકાર કરવાથી ભાગમાં જે પ્રાપ્ત થાય છે, તેટલા નિર્વિભાગ ભાગોએ કરીને અધિક એવા નિર્વિભાગ ભાગો ત્રીજા સંયમસ્થાનમાં પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે અનંતભાગ વૃદ્ધિવાળું જે જે સંયમસ્થાન પ્રાપ્ત થાય છે. તે તે (સંયમસ્થાન) પછી પછીના (ઉત્તરોત્તર) સંયમસ્થાનના સર્વજીવની સંખ્યા પ્રમાણ રાશિ વડે ભાગાકાર કરવાથી જે જે ભાગમાં પ્રાપ્ત થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org