________________
૮૪)
॥ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II
(અનંતમા ભાગ વડે અધિક છે) એ જ પ્રમાણે પૂર્વ પૂર્વ થકી ઉત્તરોત્તર સંયમનાં સ્થાનો અનંતતમ ભાગ વડે અધિક એવા નિરંતર ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી અંગુલમાત્ર ક્ષેત્ર (આકાશ)ના અસંખ્યેય ભાગમાં રહેલા (આકાશ) પ્રદેશની રાશિના પ્રમાણવાળા થાય. આ સર્વ સંયમસ્થાનો એકઠા કરીએ ત્યારે એક કંડક થાય છે. તે વિષે મૂલ સૂત્રમાં કહ્યું છે કે ‘સંધ્યાતીતાનિ' અસંખ્યાતા, ‘તુ’શબ્દ પુનઃ (ફરીને-વળી એવા) અર્થમાં છે. ‘તાનિ’ તે સંયમનાં સ્થાનો મળીને એક કંડક થાય છે, એમ જાણવું. ઠંડક એટલે આગમની પરિભાષાએ કરીને અંગુલમાત્ર ક્ષેત્ર (આકાશ)ના અસંખ્યેય ભાગમાં રહેલા પ્રદેશોની રાશિના પ્રમાણવાળી સંખ્યા કહેવાય છે. તે વિષે કહ્યું છે કે :‘ૐ ત્તિ ત્ય થાર્ સંકુલમા અસંવેપ્નો' અંગુલનો જે અસંખ્યાતમો ભાગ તે અહીં કંડક કહેવાય છે. ૨૮૫
:
તથા વળી આ કંડકની પછી જે બીજું તરતનું જ સંયમસ્થાન હોય છે, તે પૂર્વેના સંયમસ્થાન થકી અસંખ્મેય ભાગ અધિક હોય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : પૂર્વના કંડક સંબંધી છેલ્લા સંયમસ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગની અપેક્ષાએ તે કંડકની પછીના સંયમસ્થાનને વિષે નિર્વિભાગ ભાગો અસંખ્યેય ભાગ વડે અધિક પ્રાપ્ત થાય છે. ત્યાર પછીના બીજા પણ કંડક પ્રમાણ સંયમના સ્થાનો ઉત્તરોત્તર અનંત ભાગ વૃદ્ધિવાળા હોય છે. ત્યાર પછીનું એક સંયમસ્થાન અસંખ્યેય ભાગ અધિક હોય છે, ત્યાર પછી ફરીથી પણ તેની પછીના કંડક પ્રમાણ સંયમનાં સ્થાનો ઉત્તરોત્તર અનંત ભાગ વૃદ્ધિવાળા હોય છે. ત્યાર પછી ફરીને પણ એક સંયમસ્થાન અસંખ્યેય ભાગ અધિક હોય છે. એ પ્રમાણે અનંતભાગ અધિક કંડક પ્રમાણવાળા સંયમનાં સ્થાનો વડે વ્યવધાન (અંતર)વાળા સંયમના સ્થાનો અસંખ્યેય ભાગ અધિક ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી તે સ્થાનો પણ કંડક પ્રમાણવાળા થાય. ત્યારપછી છેલ્લા અસંખ્યય ભાગ અધિક સંયમસ્થાનની પછીના કંડક પ્રમાણવાળા સંયમનાં સ્થાનો ઉત્તરોત્તર અનંતભાગ વૃદ્ધિવાળા હોય છે. ત્યારપછી એક સંયમસ્થાન સંધ્યેય ભાગ અધિક હોય છે. ત્યારબાદ મૂળથી (પહેલેથી) આરંભીને જેટલા સંયમ સ્થાનો પૂર્વે વ્યતીત થાય છે તેટલાં ફરીથી પણ તે જ અનુક્રમ વડે કહીને ફરીથી પણ એક સંયમસ્થાન સંધ્યેય ભાગ અધિક કહેવું. આ બીજું સંખ્યેય ભાગ અધિક સંયમસ્થાન થયું. ત્યાર પછી આ જ અનુક્રમ વડે ત્રીજું સંયમસ્થાન કહેવું. એ જ પ્રમાણે આ સંખ્યેય ભાગ અધિક એવા સંયમસ્થાનો ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી તે કંડક પ્રમાણવાળા થાય. ત્યારબાદ કહેલા ક્રમ વડે ફરીથી પણ સંધ્યેય ભાગ અધિક એવા સંયમસ્થાનને પ્રસંગે સંધ્યેય ગુણ અધિક એક સંયમસ્થાન કહેવું. ત્યાર પછી મૂળથી (પહેલેથી) આરંભીને જેટલાં સંયમસ્થાનો (એટલે અનંત ભાગ, અસંખ્યેય ભાગ અને સંધ્યેય ભાગનાં) અતિક્રાંત થયાં છે તેટલાં ફરીથી પણ તે જ પ્રમાણે કહેવાં ત્યાર પછી ફરીથી એક સંયમસ્થાન સંધ્યેય ગુણ અધિક કહેવું. ત્યાર પછી ફરીથી પણ મૂળથી આરંભીને તેટલાં સંયમનાં સ્થાનો તે જ પ્રમાણે કહેવાં. ત્યાર પછી ફરીને પણ એક સંયમસ્થાન સંધ્યેય ગુણ અધિક કહેવું. એ પ્રમાણે આ પણ સંખ્યયગુણ અધિક એવાં સંયમસ્થાનો ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી તે કંડકના પ્રમાણવાળા થાય. ત્યાર પછી કહેલા ક્રમ વડે ફરથી પણ સંધ્યેય ગુણ અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org