________________
॥ અધઃકર્મ નામનું સ્વરૂપ ॥
विहाया उलेसा, उक्कोसविसुद्धिठिइविसेसाओ ॥ एसि विसुद्धा अप्पं तग्गाहगो कृणई ॥३०॥ ( भा. )
મૂલાર્થ : તેમાં ચારિત્રના જે અનંત પર્યાયો છે તે સંયમસ્થાન હોય છે, અને તે અસંખ્યાત સંયમનાં સ્થાનો એક કંડક થાય છે એમ જાણવું (૨૮) વળી અસંખ્યાતા જે કંડકો તે ષસ્થાનક કહેલ છે, અને આવા અસંખ્યાતા જે ષસ્થાનકો તે સંયમશ્રેણિ જાણવી (૨૯) તથા જે કૃષ્ણાદિક લેશ્યાઓ જે અને સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધ પ્રકૃતિના વિશુદ્ધ સ્થિતિવિશેષો આ સર્વને (વિશુદ્ધ સ્થાનમાં રહેલો) સાધુ તે આધાકર્મને ગ્રહણ કરવાથી પોતાના આત્માને આ વિશુદ્ધ સંયમસ્થાનાદિકની નીચે નીચે કરે છે. (૩૦)
(૮૩
ટીકાર્થ : અહીં દેશિવરતિના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાન થકી સર્વવિરતિનું જઘન્ય એવું પણ વિશુદ્ધિસ્થાન અનંતગણું છે અને અનંતગુણપણું છસ્થાનકની ચિંતાને વિષે (છાણવડિયા ભાવનો વિચાર કરતી વખતે) સઘળા જ સ્થળે સર્વજીવના અનંતક પ્રમાણ ગુણાકારે કરીને જાણવું. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : જઘન્ય એવું પણ સર્વવિરતિનું વિશુદ્ધિસ્થાન કેળવીની બુદ્ધિના છેદ વડે છેદવું, અને છંદી છેદીને તેના નિર્વિભાગ (જેનો ભાગ ન થઈ શકે તેવા) ભાગો જુદા જુદા કરવા. તે નિર્વિભાગ ભાગો તે સર્વ ભાગોની સંકલ્પના વડે વિચારતાં સર્વોત્કૃષ્ટ ભેદ વડે દેશિવરિતના વિશુદ્ધિ સ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગોને સર્વજીવના અનંતક પ્રમાણ ગુણાકાર વડે ગુણવાથી જેટલા થાય છે તેટલા પ્રમાણવાળા પ્રાપ્ત થાય છે. અહીં (આનો) પણ ભાવાર્થ આ પ્રમાણે છે : અહીં અસત્કલ્પનાએ કરીને દેશવિરતિના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનના નિર્વિભાગ ભાગો દશ હજાર ધારીએ. અને સર્વ જીવનો અનંતક પ્રમાણ રાશિ સો ધારીએ. પછી તે સર્વ જીવના અનંતક પ્રમાણ સો (૧૦૦) સંખ્યાની રાશિવડે દેશવિરતિના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનમાં રહેલ દશ હજારની (૧૦૦૦૦) સંખ્યાવાળા નિર્વિભાગ ભાગોને ગુણીએ ત્યારે દશ લાખ (૧૦૦૦૦૦૦) થયા. આટલા સર્વ જઘન્ય સર્વવિરતિના પણ વિશુદ્ધિ સ્થાનના નિર્વિભાગ ભાગો થાય છે.
:
Jain Education International
હવે સૂત્ર અનુસરાય છે. (સૂત્રનો અર્થ લખાય છે.) ‘તન્ત્ર' તે સમયનાં સ્થાન વગેરે કહેવા લાયક સતે પ્રથમ સંયમસ્થાન કહેવામાં આવે છે એ અધ્યાહાર જાણવું. ‘અનન્તા:’ અનંત સંખ્યાવાળા એટલે ઉપર કહેલી અસત્કલ્પનાએ કરીને દશલાખ પ્રમાણવાળા જે ચારિત્રના પર્યાયો છે એટલે કે ચારિત્ર સંબંધી સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગો છે, તે સર્વ મળીને એક સંયમસ્થાન થાય છે. અર્થાત્ સર્વ જઘન્ય સ્થાન થાય છે. તેની પછીનું જે બીજું સંયમસ્થાન, તે પહેલા સ્થાનથી અનંત ભાગ વૃદ્ધ છે. આનો ભાવાર્થ કહે છે : પહેલા સંયમસ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગની અપેક્ષાએ બીજા સંયમસ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગો અનંતતમ ભાગ વડે અધિક હોય છે. હવે તે (બીજા સ્થાન)ની પછીનું જે ત્રીજું સંયમસ્થાન છે તે તેના થકી (બીજા થકી) અનંતભાગવૃદ્ધ છે
For Private & Personal Use Only
www.jainelibrary.org