________________
आगमतो द्रव्यस्य न स्वतंत्रनिक्षेपत्वम्
भावनिक्षेप:' इति यदुक्तं तदेव सङ्गतमित्यपि स्थितम् । यतश्च स आगमतो भावनिक्षेपः, अतस्तत्कारणीभूतोऽनुपयुक्तवक्ताऽऽगमतो द्रव्यनिक्षेपः, भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद द्रव्यं, इत्यादिवचनात् । अनेनैवाभिप्रायेणानुयोगद्वारादा आगमतो द्रव्य-भावनिक्षेपयोरुपन्यासः कृत इति मन्तव्यम् । न चास्माभिरभिधानस्य पृथग्निक्षेपभेदकरण इष्टापत्तिर्याऽऽशङ्किता तत्समाधानं तु न दत्तमिति वाच्यं, भावनिक्षेपतुल्यवक्तत्वात् । तथाहि-- यदि स अभिधानलक्षणो निक्षेपः पृथक् क्रियेत तर्हि तस्य किं नाम कर्तव्यम् ? 'अभिधाननिक्षेपः' इत्येव तन्नाम क्रियतामिति चेत् ? तर्हि स नामनिक्षेप एव सिद्धः, नामअभिधानशब्दयोः पर्यायवाचित्वात् । किञ्चाभिधानस्य નક્કી થયું. વળી એ જો આગમથી ભાવનિક્ષેપ છે, તો એના કારણભૂત અનુપયુક્તવક્તાને આગમથી દ્રવ્યનિક્ષેપ કહેવો જ પડે, “ભૂત કે ભાવી ભાવનું લોકમાં જે કારણ છે તે દ્રવ્ય છે’ એવું વચન છે જ. આવા જ અભિપ્રાયથી અનુયોગદ્વારાદિમાં આગમથી દ્રવ્ય-ભાવનિક્ષેપાઓનો ઉલ્લેખ છે એમ માનવું.
શંકા : અમે ‘અભિધાન’નો સ્વતંત્ર નિક્ષેપ કરવામાં ઇષ્ટાપત્તિ જે કહી એનું સમાધાન તો ન આપ્યું.
સમાધાન : ભાવનિક્ષેપતુલ્ય જ વક્તવ્ય હોવાથી એ નથી આપ્યું. તે આ રીતે - જો એ ‘અભિધાન’ને સ્વતંત્ર નિક્ષેપ બનાવવામાં આવે તો તેનું નામ શું પાડવું ?
શંકા : ‘અભિધાન નિક્ષેપ' એવું જ નામ રાખો ને !
:
સમાધાન : તો એ નામનિક્ષેપ જ બન્યું ને ! કારણકે નામઅભિધાન શબ્દો એકાર્થક છે. વળી, અભિધાનને સ્વતંત્ર નિક્ષેપ બનાવવામાં આવે તો નામનિક્ષેપની સર્વવ્યાપિતાનો ભંગ થઈ જાય, કારણ કે વ્યુત્પત્તિશૂન્ય ડિલ્થ-ડવિત્થ વગેરે પદથી પ્રતિપાદ્ય અર્થોમાં કોઈ જ નામનિક્ષેપરૂપ બની શકશે નહીં. તે પણ એટલા માટે કે ડિત્ય નામનો
Jain Education International
८३
For Private & Personal Use Only
www.jainelibrary.org