________________
अवधेर्निक्षेपाः
न च चत्वारो निक्षेपास्तु जघन्यतः क्रियन्ते । अतः क्वचिद्यदि तदपेक्षयाऽधिकाः पञ्चषादयो निक्षेपाः क्रियेरंस्तदा न कोऽपि दोषः । यथाऽवधेः सप्तविधो निक्षेपः क्रियते तदुक्तं
नामं ठवणा दविए खेत्ते काले भवे य भावे य ।
एसो खलु ओहिस्सा निक्खेवो होइ सत्तविहो ॥वि. आ.भा.५८१ ॥ ततश्चास्यापि भावनिक्षेपेऽन्तर्भावापेक्षया स्वतन्त्र एव पञ्चमो निक्षेपः क्रियतामिति वक्तव्यम्, तस्य सर्वत्र कथ्यमानत्वात् चतुर्ष्वव निक्षेपेषु समावेशस्यावश्यकत्वाद् । अयम्भावः - क्षेत्रादयो ये निक्षेपाः क्वचिदेवावध्यादौ कथ्यन्ते न तु मङ्गलादौ सर्वत्र त एव चतुर्भ्यः पृथक् क्रियन्ते, ये तु सर्वत्र कथ्यन्ते ते तु चतुर्ष्वव समाविश्यन्ते । तथाहि— 'मङ्गल' इत्यादिशब्दरूपमभिधानं सर्वत्र प्राप्यतेऽतस्तस्य
८१
શંકા : ચા૨ નિક્ષેપા જે કરાય છે તે તો જધન્યથી કરાય છે. એટલે ક્યાંક જો એના કરતાં વધુ પાંચ-છ વગેરે નિક્ષેપા કરાય તો પણ કોઈ દોષ હોતો નથી. જેમ કે અધિજ્ઞાનના સાત નિક્ષેપ કરાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે— નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એમ અવધિજ્ઞાનનો સાત પ્રકારનો નિક્ષેપ હોય છે. ।।૫૮૧॥ એટલે પ્રસ્તુતમાં પણ આવશ્યકોપયોગનો ભાવનિક્ષેપમાં સમાવેશ કરવાના બદલે સ્વતંત્ર પાંચમો જ નિક્ષેપ માનો ને !
સમાધાન : ઉપયોગરૂપ આ નિક્ષેપ સર્વત્ર મળતો હોવાથી એનો ચાર નિક્ષેપમાં જ સમાવેશ કરવો જરૂરી છે. કહેવાનો ભાવ એ છે કે - ક્ષેત્ર વગેરે જે નિક્ષેપા ક્યાંક જ અવધિજ્ઞાન વગેરેમાં કહેવાય છે, નહીં કે મંગળવગેરે બધામાં, તે જ ચારનિક્ષેપથી અળગા કરાય છે. પણ જે સર્વત્ર કહેવાય છે તેનો તો ચારમાં જ સમાવેશ કરાય છે. તે આ રીતે
‘મંગળ’ વગેરે શબ્દરૂપ અભિધાન સર્વત્ર કહેવાય છે, માટે એનો નામનિક્ષેપમાં જ સમાવેશ કરાય છે, નહીં કે મંગળવગેરે નામના ગોપાળપુત્રાદિરૂપ નામનિક્ષેપથી ભિન્ન સ્વતંત્ર નિક્ષેપભેદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org