________________
श्रीनिक्षेपविंशिका - १०
1
अनुयोगद्वारग्रन्थे विशेषावश्यकभाष्यादौ च तदुपन्यासः किमर्थं कृत इति चेत् ? शृणु सूत्रगतस्य तत्तत्पदस्य प्रतिपाद्या येऽर्थास्तेभ्यः प्रस्तुते कोऽर्थो ग्राह्यः ? इति निर्णेतुं तेषां प्रतिपाद्यानां सर्वेषामर्थानां समुत्कीर्तनं कर्तव्यं भवति । तच्च निक्षेपद्वारे क्रियते । ते च प्रतिपाद्या अर्था निक्षेपा उच्यन्ते । 'अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेयाः' इति न्यायाद् वक्तुरावश्यकादौ यो ज्ञानोपयोगः सोऽप्यावश्यकादिपदप्रतिपाद्यो भवत्येवेति तस्यापि निक्षेपेषु समावेशः कर्तव्य एव । स च भावनिक्षेपे कर्तव्यो भवति, ज्ञानोपयोगस्य भावरूपत्वात् । अतो भावनिक्षेपस्यागमतो नोआगमतश्चेत्येवं द्वौ प्रकारौ कृत्वाऽऽवश्यकाद्युपयोगस्य, तदुपयोगानन्यत्वात् साध्वादेर्वाऽऽगमतो भावनिक्षेपे समावेशः क्रियते । આગમથી દ્રવ્ય-ભાવનિક્ષેપની અપેક્ષાએ નથી જ કરી.
પ્રશ્ન : તો પછી અનુયોગદ્વારગ્રન્થ, વિશેષાવશ્યકભાષ્ય વગેરેમાં એનો ઉલ્લેખ કેમ કર્યો છે ?
૮૦
ઉત્તર ઃ સૂત્રમાં રહેલ તે તે પદના પ્રતિપાદ્ય જે અર્થો હોય એમાંથી પ્રસ્તુતમાં કયો અર્થ લેવાનો છે ? એનો નિર્ણય કરવા માટે તે બધા પ્રતિપાદ્ય અર્થોનો ઉલ્લેખ કરવાનો હોય છે, એ ઉલ્લેખ નિક્ષેપદ્વારમાં કરાય છે. અને તે પ્રતિપાદ્ય અર્થો નિક્ષેપ કહેવાય છે. હવે, ‘અર્થાભિધાનપ્રત્યયાસ્તુલ્યનામધેયાઃ’ એવો ન્યાય છે. એટલે કે ઘડો પદાર્થ, ‘ઘટ’એવું અભિધાન અને ઘટવિષયકપ્રત્યય = બોધ = ઉપયોગ... આ ત્રણેને ‘ઘટ’ કહેવાય એવો ન્યાય છે. એટલે વક્તાનો આવશ્યકાદિમાં જે જ્ઞાનોપયોગ હોય તે પણ ‘આવશ્યક’પદ પ્રતિપાદ્ય તો છે જ. માટે તેનો પણ આવશ્યકના નિક્ષેપાઓમાં સમાવેશ કરવો જ પડે. વળી એ ભાવનિક્ષેપમાં જ કરવો પડે છે, કારણ કે જ્ઞાનોપયોગ એ ભાવરૂપ છે. તેથી ભાવનક્ષેપના આગમથી અને નોઆગમથી એમ બે પ્રકા૨ કરીને આવશ્યકના ઉપયોગનો તથા એ ઉપયોગથી અભિન્ન એવા સાધુ વગેરેનો આગમથી ભાવનિક્ષેપમાં સમાવેશ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org