________________
चित्रगुचित्रविचार:
निक्षेपसम्बन्ध्यपि भवति, तदसम्बन्धी चेति द्विविधो भवति, स्थापना तु भावनिक्षेपसम्बन्धिन्येव भवतीत्ययमपि प्रतिविशेषोऽनयोरेतेन प्राप्यत इति ध्येयम् ।
,
ननु हस्तदण्डो समीपस्थगुरिन्द्राख्यो गोपालदारको यत्र चित्रित - स्तच्चित्रस्येन्द्र चित्रतया स्थापनेन्द्रत्वं निःशङ्कं न च सा स्थापना भावनिक्षेपसम्बन्धिनीति चेत् ? न तस्य चित्रस्य स्थापनेन्द्रत्वाभावात्, कुण्डलाङ्गदादिभूषितस्य सन्निहितशचीवज्रादेरिन्द्राकारस्यानुपलभ्यमानत्वात् । न च सेन्द्रस्यानाकारस्थापना भविष्यतीति वक्तव्यं, भावेन्द्राभिप्रायेण स्थापितत्वाभावात् । इन्द्राख्यस्य कस्यचित् चित्रत्वमात्रेण तस्य स्थापनेन्द्रत्वे तस्येन्द्राख्यस्य गोपालदारकस्य यः पूर्वभवस्तत्र तस्य द्रव्येन्द्रत्वापत्तिः, इन्द्राख्यस्य कस्यचित् पूर्वभवरूपत्वात् । ननु
નિક્ષેપસંબંધી પણ હોય અને અસંબંધી પણ હોય છે, જ્યારે સ્થાપના તો ભાવનિક્ષેપસંબંધી જ હોય છે- આવો પણ આ બેનો તફાવત આના પરથી મળે છે એ ધ્યાનમાં રાખવું.
પૂર્વપક્ષ ઃ જેના હાથમાં ડાંગ છે, નજીકમાં ગાયો છે, આવો ઇન્દ્ર નામે ગોપાળપુત્ર જેમાં ચિત્રેલો છે તે ચિત્ર ઇન્દ્રનું ચિત્ર હોવાથી સ્થાપનેન્દ્રરૂપ છે જ. ને આ સ્થાપના ભાવેન્દ્રસંબંધી તો નથી જ. પછી જે સ્થાપના હોય તે ભાવેન્દ્રસંબંધી જ હોય એવું ક્યાં રહ્યું ?
ઉત્તરપક્ષ : ના, એ ચિત્ર સ્થાપનેન્દ્ર નથી જ, કારણ કે કુંડલઅંગદાદિ આભૂષણ-શચી-વજનું સાન્નિધ્ય.. વગેરે રૂપ ઇન્દ્રનો આકાર ત્યાં જોવા મળતો નથી. ‘એ ઇન્દ્રની અનાકાર સ્થાપના બની શકે છે ને !' એવું ન કહેવું, કારણ કે ભાવેન્દ્રના અભિપ્રાયથી એ સ્થાપિત ન હોવાથી સ્થાપનેન્દ્રરૂપ બની શકતી જ નથી. ઇન્દ્રનામ ધરાવનાર કોઈકનું ચિત્ર હોવા માત્રથી જો એ સ્થાપનેન્દ્ર બની જાય તો તો તે ઇન્દ્ર નામ ધરાવનાર ગોપાળપુત્રાદિનો જે પૂર્વભવ હોય તેને દ્રવ્યેન્દ્ર પણ કહેવો પડે, કારણ કે ઇન્દ્રનામ ધરાવનાર કોઈકના પૂર્વભવરૂપ છે.
Jain Education International
७७
For Private & Personal Use Only
www.jainelibrary.org