________________
श्रीनिक्षेपविंशिका - ८
पित्वमुपगम्यते न वा ? आद्ये व्यभिचारः, अनभिलाप्यभावेषु नामनिक्षेपाप्रवृत्तेरिति । अथायं पूर्वपक्षग्रन्थ इति चेत् ? सत्यं, तथापि येन निःशङ्कं मनः समाधानं सूचितं स्यात्तादृगेकमपि प्रतिवचनं तत्र न दत्तमित्यपि न विस्मर्तव्यम् । न च तत्तद्व्यभिचारस्थानान्यत्वविशेषणान्न दोषः । तदिदमुक्तं- 'यद्यत्रैकस्मिन्न सम्भवति नैतावता भवत्यव्यापिते' ति वाच्यं अनभिलाप्यानां भावानामभिलाप्यभावापेक्षयाऽनन्तगुणत्वादनन्तबहुभागानां भावानां तदसम्भवाशङ्काविषयत्वात् । अतएव ग्रन्थकारैः श्रीमद्यशोविजयोपाध्यायैः 'अत्र वदन्ति' इति कथनद्वारा स्वकीय ईषदस्वरसः सूचितः । तथा 'अपरे त्वाहु:- केवलिप्रज्ञारूपमेव नामाऽ। કે શંકા : નામાદિને સર્વવ્યાપી માનો છો કે નહીં ? આદ્ય વિકલ્પમાં સર્વવ્યાપી માનવામાં વ્યભિચાર છે, કારણ કે અનભિલાપ્યભાવોમાં નામનિક્ષેપ સંભવતો નથી.
શંકા : આ તો પૂર્વપક્ષગ્રન્થ છે.
પૂર્વપક્ષીય સમાધાન : સાચી વાત છે, છતાં જેનાથી મનને પૂર્ણ સમાધાન થાય એવો એક પણ એનો ઉત્તર ત્યાં આપ્યો નથી એ ભૂલવા જેવું નથી.
શંકા : તે તે વ્યભિચાર સ્થાનોને બાદ કરીને તે સિવાયના ભાવો માટે સર્વવ્યાપિત્વ નિયમ માનવાથી કોઈ દોષ રહેશે નહીં. આ વાત તત્ત્વાર્થસૂત્રની વૃત્તિ (સૂત્ર ૧/૫) માં અને એને અનુસરીને જૈનતર્કભાષામાં આ રીતે કરી છે– જો આ એકાદ ભાવમાં ન સંભવે તો પણ એટલા માત્રથી નિયમની અવ્યાપિતા થઈ જતી નથી.
પૂર્વપક્ષ : આવી શંકા બરાબર નથી, કારણ કે અનભિલાપ્યભાવો અભિલાપ્યભાવો કરતાં અનંતગુણા હોવાથી અનંતબહુભાગ ભાવોમાં નામનિક્ષેપના અસંભવનો પ્રશ્ન છે. માટે જ શ્રી યશોવિજયજી મહારાજે ‘અત્ર વદન્તિ’ ‘અહીં કહે છે' એમ કહેવા દ્વારા પોતાની કંઈક નારાજી સૂચવેલી છે. તથા એ જ જૈનતર્કભાષા ગ્રન્થમાં બીજાઓ કહે છે કે—
६०
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org