________________
डित्थनाम्नो यादृच्छिकत्वमेव
निक्षेपतृतीयभेदोदाहरणतयोपन्यासः कथं सङ्गच्छेत ? इति चेत् ? सत्यं, तथापि व्युत्पन्नस्य नाम्न एव प्रथमभेदत्वमिति विवक्षावशाद् व्युत्पत्तिशून्यानां 'डित्था' दीनां नाम्नां तत्रासमावेशाद् यादृच्छिके समावेशः, तस्या विवक्षाया अभावे द्वयोरप्यभिधानत्वं संगतमेव । एतच्चाग्रेऽपि व्यक्तीकरिष्यते । तथा, इन्द्राख्यस्य गोपालपुत्रस्य 'इन्द्र' शब्दात्मकं यन्नाम, तस्यापि यादृच्छिकत्वमेव मन्तव्यं, तत्र तस्य व्युत्पत्त्यर्थशून्यत्वात्, सङ्केतमात्रेण प्राप्तत्वात् । अन्यथा = तस्याभिधानत्वे तस्य गोपालपुत्रस्य भावेन्द्रत्वापत्तिः, अभिधानाभिधेयस्य भावनिक्षेपत्वनियमात् ।
ननु शास्त्रेषु येऽनभिलाप्या भावाः कथितास्तेषामनभिलाप्यत्वादेव नामनिक्षेपासम्भवः । तदुक्तं नयरहस्ये - ननु नामादीनां सर्वव्याનિક્ષેપના ત્રીજાભેદમાં કરેલો ઉલ્લેખ સંગત શી રીતે ઠરશે ?
સમાધાન : તમારી વાત સાચી છે. છતાં વ્યુત્પત્તિથી બનેલ નામ જ ‘અભિધાન’ છે એવી વિવક્ષાવશાત્ વ્યુત્પત્તિશૂન્ય એવા ડિત્ય વગેરે નામનો તેમાં સમાવેશ થતો ન હોવાના કારણે યાદચ્છિકનામના ભેદમાં સમાવેશ કરાય છે. જ્યારે એ વિવક્ષા ન હોય ત્યારે બન્ને પ્રકારના નામનો ‘અભિધાન' એવા એક જ ભેદમાં સમાવેશ માન્ય જ છે ને તેથી નામ-નિક્ષેપના બે જ પ્રકાર થઈ જશે. આ વાત આગળ વ્યક્ત થશે. તથા, ઇન્દ્રનામના ગોપાળપુત્રનું ‘ઇન્દ્ર’ એવું જે નામ, તેનો પણ યાદચ્છિકમાં જ સમાવેશ જાણવો, કારણકે ગોપાળપુત્ર અંગે એ નામ વ્યુત્પત્તિઅર્થથી શૂન્ય હોવાથી માત્ર તેવા સંકેતના કારણે જ પ્રવર્યું હોય છે. નહીંતર = જો એ નામને ‘અભિધાન’રૂપ માનવામાં આવે તો એ ગોપાળપુત્ર ભાવેન્દ્ર બની જાય, કારણકે અભિધાનનું અભિધેય ભાવનિક્ષેપરૂપ હોય છે.
५९
પૂર્વપક્ષ : શાસ્ત્રોમાં જે અનભિલાપ્ય ભાવો કહ્યા છે તે અનભિલાપ્ય હોવાના કારણે જ તેઓનો નામનિક્ષેપ નહીં મળે. નયરહસ્યમાં કહ્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org