________________
श्रीनिक्षेपविंशिका - ८
"
इति । मैवं वदतो व्याघातप्रसङ्गात्, तन्नियमसङ्कोचवारणार्थं भावनिक्षेपत्वेन कथिते तस्मिन्नेव वक्तरि तन्नियमसङ्कोचस्यावश्यकत्वात्, तत्रापि व्युत्पत्तिलभ्यस्यार्थस्याभावात् । किञ्च नामादिनिक्षेपचतुष्टयस्य सर्वव्यापकत्वनियमस्य सङ्गतिर्यद्यागमतो भावनिक्षेपमाश्रित्यापि संमता तदाऽऽगमतो द्रव्यनिक्षेपमाश्रित्यापि सा संमता स्यादेवेति जीवस्य द्रव्यनिक्षेपविषयिणी चर्चा या शास्त्रेषु चर्चिता दृश्यते सानुत्थानहतैव स्याद्, जीवपदार्थज्ञस्य तदनुपयुक्तस्य वक्तुरागमतो जीवद्रव्यनिक्षेपत्वेन निर्विवादं प्रसिद्धत्वात् । अत एव महोपाध्यायैर्जेनतर्कभाषायां निक्षेपपरिच्छेदे द्रव्यनिक्षेपनिरूपणे आगमतो द्रव्यनिक्षेपस्य भावनिक्षेपनिरूपणे चागमतो भावनिक्षेपस्योपन्यासो नैव कृतः । तथा 'जीवपदार्थज्ञस्तत्रानुपयुक्तो द्रव्यजीव इत्यप्याहुः' इत्यत्र आगमतो द्रव्यजीवमपेक्ष्य द्रव्यजीवोपपादके मते तै: 'आहुः' इत्यनेन स्वारसश्च प्रकटित इति ।
५२
જ પડશે, કારણ કે એ વક્તામાં પણ વ્યુત્પત્તિ અર્થ રહ્યો તો નથી જ. વળી નામાદિ નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાનો જે નિયમ છે તેની સંગતિ જો આગમથી ભાવિનિક્ષેપની અપેક્ષાએ કરવી પણ સંમત હોય તો આગમથી દ્રવ્યનિક્ષેપની અપેક્ષાએ પણ એ સંમત હોવી જ જોઈએ. અને તો પછી જીવના દ્રવ્યનિક્ષેપ અંગે શાસ્ત્રોમાં જે ચર્ચા જોવા મળે છે તે ઉભી જ નહીં થઈ શકે.. કારણ કે જીવપદાર્થનો જાણકાર, તેમાં અનુપયુક્તવક્તા આગમથી દ્રવ્યનિક્ષેપ તરીકે નિર્વિવાદ મળી જ શકે છે. એટલે જ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જૈનતર્કભાષામાં નિક્ષેપપરિચ્છેદમાં દ્રવ્યનિક્ષેપના નિરૂપણમાં આગમથી દ્રવ્યનિક્ષેપનો અને ભાવનિક્ષેપના નિરૂપણમાં આગમથી ભાવનિક્ષેપનો ઉલ્લેખ કર્યો જ નથી. તથા ‘જીવપદાર્થજ્ઞ એમાં અનુપયુક્ત માનવી દ્રવ્યજીવ છે' આવું પણ (કેટલાક) કહે છે. આ રીતે આગમથી દ્રવ્યજીવની અપેક્ષાએ દ્રવ્યજીવની સંગતિ કરનાર મતમાં તેઓએ ‘આહુઃ કહે છે' એવું કહેવા દ્વારા પોતાની નારાજી વ્યક્ત કરી છે. એટલે આગમથી જે દ્રવ્ય અને ભાવનિક્ષેપ
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org