________________
श्रीनिक्षेपविंशिका-८
त्पत्तिलभ्यस्यार्थस्य सत्त्वाद् भावनिक्षेपत्वेन श्रीपत्यादिपदाभिधेयत्वं निर्बाधम्। तस्य निर्धनत्वे तु तदर्थस्यासत्त्वान्नामनिक्षेपतया श्रीपत्यादिपदानभिधेयत्वं मन्तव्यमेव स्यादिति। तथापि लक्ष्मीपत्याख्यस्य निर्धनस्यापि श्रीभ दिपदाभिधेयत्वं यदि शिष्टानामिष्टं स्यात्तर्हि भूतभाविधनवत्त्वं वर्तमान उपचर्य सम्भावनासत्त्वं वाऽन्यद्वा किश्चिद् व्युत्पत्तिलभ्यस्यार्थस्य सत्त्वं मत्त्वा भावनिक्षेपत्वं पर्यायाभिधेयत्वं चोपपादनीयममित्यस्माकमाभाति।।
नन्वष्टमस्याहतश्चन्द्रप्रभभावनिक्षेपतया शशिप्रभादिपर्यायाभिधेयत्वे स्वीकृतेऽपि कश्चिद्विशेषस्त्वनुभूयत एव, न हि चन्द्रप्रभ'पदेन તોપસ્થિતિર્યથા સુરા તથા “શિપ્રમા'દ્વિપન ના સુરા, विशेषणविशेष प्रकरणविशेषादिकं वाऽपेक्ष्यैव तेन तस्योपस्थितेः
સમાધાન : જો એ ખરેખર શ્રીમંત હોય તો “લક્ષ્મીનો પતિ એ લક્ષ્મિપતિ' એવો વ્યુત્પત્તિઅર્થ હાજર હોવાથી એ ભાવનિક્ષેપરૂપ બનવાના કારણે ‘શ્રીપતિ’ વગેરે પદથી અભિધેય હોવામાં કોઈ વાંધો નથી. એ જો નિર્બન હોય તો વ્યુત્પત્તિઅર્થ હાજર ન હોવાથી એ આદમી નામનિક્ષેપરૂપ બનવાના કારણે શ્રીપતિવગેરે પદનું અનભિધેયત્વ માનવું જ પડે. છતાં પણ જો શિષ્ટપુરુષોને એનામાં શ્રીભર્તા વગેરે પદાભિધેયત્વ માન્ય હોય તો ભૂતકાલીન કે ભવિષ્યકાલીન શ્રીમંતાઈનો વર્તમાનમાં ઉપચાર કરીને, અથવા સંભાવનારૂપ સત્ત્વ કે એવું બીજું કશુંક વ્યુત્પત્તિઅર્થનું વિદ્યમાનત્વ માનીને ભાવનિક્ષેપત્ની અને પર્યાયાભિધેયત્વની સંગતિ કરવી એમ અમને યોગ્ય લાગે છે.
શંકા : આઠમા અરિહંતપ્રભુશ્રીચન્દ્રપ્રભસ્વામી ભાવચન્દ્રપ્રભ હોવાથી શશિપ્રભ વગેરે પર્યાયાભિધેય છે એ તો સ્વીકારીએ. છતાં કંઈક વિશેષતા તો અનુભવાય જ છે. “ચન્દ્રપ્રભ' શબ્દથી એમની ઉપસ્થિતિ જેટલી સરળ છે, એટલી શશિપ્રભ વગેરે શબ્દથી એ સરળ જણાતી નથી જ. કોઈક એવું વિશેષણ કે કોઈક એવા પ્રકરણ વગેરેની અપેક્ષા રાખીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org