________________
श्रीनिक्षेपविंशिका-६
तथा च प्रस्तुतेऽपि पुस्तकादिलिखित 'इन्द्र' इत्यादिवर्णावलीतः स्मर्यमाण इन्द्र' इतिशब्द एव इन्द्रस्य नामनिक्षेपः, स एव च यद्वस्तुनोऽभिधानं.. ' इत्यादिकारिकोक्त 'अभिधानाख्यो' नामनिक्षेपभेद इति कुतो विशेषावश्यकभाष्यग्रन्थस्य न्यूनत्वापत्तिः ? एतेन 'यद्वस्तुनोऽभिधानं...' इत्यादि कारिका न्यूना, पुस्तकादिषु लिखितवर्णावलीलक्षणस्य नामनिक्षेपविभागस्याविभजनादि ' त्यप्यपास्तं, तस्य
૪૦
એટલે, પ્રસ્તુતમાં પણ પુસ્તક વગેરેમાં લખેલ ‘ઇન્દ્ર’ વગેરે વર્ણાવલીથી યાદ આવતો ઇન્દ્ર એવો શબ્દ જ ઇન્દ્રનો નામનિક્ષેપ છે અને એ જ ‘યદસ્તુનોઽમિધાનં...' વગેરે કારિકામાં કહેલ અભિધાનનામનો નામનિક્ષેપનો ભેદ છે, પછી ક્યાં વિશેષાવશ્યકભાષ્યગ્રન્થની ન્યૂનતા રહી ?
શંકા : તમારે શબ્દાત્મક અભિધાનની સિદ્ધિ કરવી છે. માટે વચ્ચે શબ્દોને લાવો છો. બાકી પુસ્તકમાંથી વાંચીને સીધો (શબ્દ વિના) પણ બોધ થઈ શકે છે ને ?
સમાધાન : તમે ‘વાંચીને’ આમ જે કહો છો એનાથી જ વચ્ચે શબ્દોની આવશ્યકતા નક્કી થઈ જાય છે. લિપિને વાંચવી એટલે જ લિપિગત તે તે આકૃતિ જોઈને શબ્દોને યાદ કરવા. એટલે જ જેને લિપિજ્ઞાન ન હોવાથી શબ્દોનું સ્મરણ થઈ શકતું નથી એને લિપિ જોવા છતાં કોઈ જ બોધ થતો નથી. વળી, શબ્દોનો તો વાચ્યાર્થ સાથે વાચ્યવાચકભાવ સંબંધ મનાયેલો જ છે.. જો વચ્ચે શબ્દોને લાવવાના ન હોય તો લિપિરૂપ આકૃતિઓ સાથે પણ નવો કોઈ સંબંધ માનવાનું ગૌરવ થશે. તથા લિપિભેદે આકૃતિભેદ હોવાથી એ જુદી જુદી જેટલી આકૃતિ બનશે એ બધાના અલગ-અલગ સંબંધ માનવાનું મહાગૌરવ થશે. માટે વચ્ચે શબ્દોના સ્મરણ દ્વારા જ બોધ થાય છે, એ સ્પષ્ટ છે. એટલે જ, આજે જ્યારે ગ્રન્થસર્જન ગ્રન્થલેખનરૂપે જ લગભગ રહ્યું છે... ઘણું ખરું ગ્રન્થની રચના ગ્રન્થકારે લખીને જ કરી હોય છે, બોલીને નહીં.. ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org