________________
३८
श्रीनिक्षेपविंशिका-६
ततश्चोच्चार्यमाणशब्दसमूहविशेषस्यैव ग्रन्थत्वं परिभाषितं, न तु पुस्तकादिषु लिखितवर्णसमूहविशेषस्येति निश्चीयते, साक्षादर्थानवबोधकत्वात्। अत एवावश्यकनियुक्तिवृत्तिकर्मविपाकादौ संज्ञाक्षराणामक्षराकारविशेषत्वमेव कथितं, न त्वर्थाभिव्यञ्जकत्वम्। तदुक्तमावश्यकहारिभद्रीयवृत्तौ- संज्ञाक्षरं तत्राक्षराकारविशेषः, यथा घटिकासंस्थानो पकारः, कुरुण्टिकासंस्थानश्चकार इत्यादि। तच्च ब्राह्मयादिलिपिविधानादनेकविधम्। तथा व्यञ्जनाक्षरं, व्यज्यतेऽनेनार्थः प्रदीपेनेव घट इति व्यञ्जन, व्यञ्जनं च तदक्षरं चेति व्यञ्जनाक्षरं, तच्चेह सर्वमेव भाष्यमाणं अकारादि हकारान्तं, अर्थाभिव्यञ्जकत्वाच्छब्दस्येति। तथापि पुस्तकादिषु लिखितेभ्यो वर्णेभ्योऽपि ग्रन्थविषयस्य बोधस्तु भवत्येवेति लिप्यात्मकतत्तद्वर्णदर्शनाद् ग्रन्थक
આ બધી હકીકતો સ્પષ્ટ કરે છે કે ઉચ્ચારાતા શબ્દોનો ચોક્કસ પ્રકારનો સમૂહ એ ગ્રન્થ છે એવી પરિભાષા છે, પણ “પુસ્તકાદિમાં લખેલા શબ્દોનો સમૂહ એ ગ્રન્થ” એવી પરિભાષા નથી, કારણ કે લિપિબદ્ધ અક્ષરો અર્થના સાક્ષાદ્ધોધક હોતા નથી. માટે જ આવશ્યકવૃત્તિકર્મવિપાક વગેરે ગ્રન્થોમાં સંજ્ઞાક્ષરોને અક્ષરના ચોક્કસ આકારરૂપે જ કહેલા છે, પણ અર્થના અભિવ્યંજકરૂપે કહ્યા નથી. આવશ્યકની હારિભદ્રીયવૃત્તિમાં કહ્યું છે કે- તેમાં = ત્રણ પ્રકારના અક્ષરોમાં સંજ્ઞાક્ષર એ અક્ષરના આકારવિશેષરૂપ છે. જેમ કે ઘટિકા જેવા આકારવાળો ધ હોય છે, કુટિકાના આકારવાળો ચ હોય છે. તે સંજ્ઞાક્ષર બ્રાહ્મીલિપિ વગેરે ભેદે અનેક પ્રકારનો હોય છે. તથા વ્યંજનાક્ષર = દીવાથી ઘડાની જેમ જેના વડે પદાર્થ વ્યક્ત થાય તે વ્યંજન. વ્યંજન એવો અક્ષર એ વ્યંજનાક્ષર. આ થી લઈને હ સુધીના બોલાતા બધા અક્ષરો એ વ્યંજનાક્ષર છે, કારણ કે આવા શબ્દો અર્થના અભિવ્યંજક હોય છે. તેમ છતાં પુસ્તકાદિમાં લખેલા વર્ષોથી પણ ગ્રન્થના વિષયનો બોધ તો થાય જ છે. તેથી, લિપિસ્વરૂપ તે તે વર્ણ જોવાથી ગ્રન્થકારે ઉચ્ચારેલા તે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org