________________
नामसामान्यलक्षणम्
तत्क्रमोलङ्घनाभावादेव नाधिकाराभावः । न हि पूर्वाचार्याणामुक्तीयुक्तीश्चानुसन्धाय कस्यचिद् रहस्यार्थस्य प्रादुष्करणमात्रेण तत्क्रमो - ल्लङ्घनाक्षेप औचित्यं भजते, अन्यथा न्यायविशारदानां श्रीमतां यशोविजयानामपि भवता तदाक्षेपो देयः स्यात्, तैरपि जैनतर्कभाषायां 'तत्र प्रकृतार्थनिरपेक्षा नामार्थान्यतरपरिणतिर्नामनिक्षेपः' इत्येवं नामनिक्षेपस्य सामान्यलक्षणस्य कथितत्वात् । ननु तथापि तत्प्रणीतलक्षणाद् भवत्प्रणीतलक्षणं भिद्यते इति चेत् ? न, अर्थतः प्रायः समानत्वात्, तच्च समानत्वमग्रे व्यक्तीकरिष्यते । अत्र च नामनिक्षेपभेदानाम भिधानादीनि यान्यभिधानान्यभिहितानि तानि निरूपणसौकर्यार्थं मत्कल्पितानि, पूर्वाचार्यैस्तु नैकमपि नाम कथितमिति ध्येयम्॥५॥ अभिधानादीनां नामनिक्षेपभेदानां पूर्वाचार्यैः कथितानि लक्षणान्यनुवादयन्नाह -
२९
સમાધાન : વાત સાચી છે. પણ અહીં ક્રમનું ઉલ્લંઘન ન હોવાથી અધિકારનો અભાવ નથી. પૂર્વાચાર્યના વચનોનું ને યુક્તિઓનું અનુસંધાન કરીને કોઈક રહસ્યાર્થ પ્રગટ કરવા માત્રથી કાંઈ ક્રમોલ્લંઘન થઈ જતું નથી. નહીંતર ન્યાયવિશારદ શ્રીમદ્યશોવિજય મહારાજ પર પણ તમારે આવો આક્ષેપ કરવો પડશે. કારણ કે તેઓએ પણ જૈનતર્કભાષામાં ‘પ્રસ્તુત અર્થથી નિરપેક્ષ એવી નામ કે અર્થમાં રહેલી વાચ્યતા પરિણતિ એ નામનિક્ષેપ છે' એવું નામનિક્ષેપનું સામાન્ય લક્ષણ આપ્યું જ છે.
‘પણ તેઓએ બનાવેલા લક્ષણ કરતાં તમારું લક્ષણ અલગ પડે છે' એવી શંકા ન કરવી, કારણ કે અર્થથી બન્ને લક્ષણમાં પ્રાયઃ સમાનતા છે. આ સમાનતા આગળ વ્યક્ત કરાશે.
અહીં નામનિક્ષેપના પ્રકારોના અભિધાન-વગેરે જે નામો કહ્યા છે તે નિરૂપણ સરળતાથી થઈ શકે એ માટે મેં કલ્પેલા છે. પૂર્વાચાર્યોએ તો એક પણ નામ કહ્યું નથી, એ ધ્યાનમાં રાખવું. ॥૫॥ નામનિક્ષેપના અભિધાન વગેરે ભેદોનાં પૂર્વાચાર્યોએ કહેલા લક્ષણોનો અવતા૨ ક૨તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org