________________
श्रीनिक्षेपविंशिका-६
गाथांशं तथा विवृतं यथा द्वितीयस्य तल्लभ्यते। तदनन्तरं च तदेवं प्रकारद्वयेन नाम्नः स्वरूपमत्रोक्तं एतच्च तृतीयप्रकारस्योपलक्षणं' इत्यादि पङ्क्त्या तृतीयस्यापि तत्सूचितम्। यद्यनया गाथया नाम्न एकमेव सामान्यलक्षणं तेषामभिप्रेतं स्यात्तदा विविधानां गाथांशानां तैरेवंप्रकारा व्याख्या नैव कृता स्यादिति निशङ्कम्।
ननु तथापि नामनिक्षेपस्य सामान्यलक्षणं वयं जिज्ञासामहे इति चेत् ? शृणुत-त्रयाणां प्रकारविशेषाणां पृथक् पृथग् लक्षणानि विनिश्चित्य ततश्च तेषां लक्ष्यरूपांस्त्रीन् प्रकारविशेषान् विनिश्चित्य 'तत्त्रयान्यतमत्वम्' इत्येवं लक्षणं ज्ञेयम् । ननु पूर्वाचार्यैर्यदि सामान्यलक्षणं न प्रणायि, तदा भवतोऽपि कस्तत्प्रणयनेऽधिकारः, पूर्वाचार्यक्रमोल्लंघने शिष्टानामधिकाराभावादिति चेत् ? सत्यं, परन्त्वत्र એ રીતે કરી છે કે જેથી બીજા પ્રકારનું લક્ષણ મળે. અને એ પછી ‘આમ, બે પ્રકારે નામનું સ્વરૂપ અહીં કહ્યું, એ ત્રીજા પ્રકારનું ઉપલક્ષણ છે એવું કહેવા દ્વારા ત્રીજા પ્રકારનું પણ લક્ષણ સૂચિત કર્યું છે. જો આ ગાથાથી નામના એક જ સામાન્ય લક્ષણની વાત તેઓને અભિપ્રેત હોત તો ગાથાના વિવિધ અંશોની તેઓએ આવી વ્યાખ્યા કરી ન હોત.
શંકા છતાં નામનિક્ષેપનું સામાન્ય લક્ષણ શું હોઈ શકે એ જાણવાની અમારી જિજ્ઞાસા છે.
સમાધાનઃ સાંભળો, ત્રણે વિશેષ પ્રકારોનું સ્વતંત્ર લક્ષણ નિશ્ચિત કરીને તેના પરથી ત્રણેના લક્ષ્યને નિશ્ચિત કરવા, અને પછી “એ ત્રણનું અન્યતમત્વ' એવું સામાન્ય લક્ષણ જાણવું. (અહીં બીજો કોઈ શંકાકાર વચ્ચે શંકા કરે છે.)
શંકા : જો પૂર્વાચાર્યોએ સામાન્ય લક્ષણ બનાવ્યું નથી તો તમને પણ એ બનાવવાનો શું અધિકાર છે? કારણ કે પૂર્વાચાર્યના ક્રમનું ઉલ્લંઘન કરવાનો શિષ્યોને અધિકાર હોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org