________________
पदप्रतिपाद्यत्वं वाच्यतावच्छेदकम्
'गङ्गायां घोषः' इत्यत्र तु 'तीर' इत्यक्षराणामनुपलभ्यमानत्वात् तस्य तत् न मन्यसे ? तत्र तात्पर्यानुपपत्तेः शक्यार्थं गङ्गाप्रवाहं परित्यज्य लक्ष्यार्थस्य गङ्गा-तीरस्यावश्यं ग्राह्यतया तस्य तद् मन्ये इति चेत् ? तदत्रापि तात्पर्यानुपपत्तिं किं नावबोधसि ? प्रकरणवशेन सामायिकादिषडध्ययनकलापत्वेनोपस्थिते तादृशकलापलक्षणे शक्यार्थे चतुर्विधत्वस्यानुपपत्तेस्तदुपपत्तिर्यथा स्यात्तथा लक्ष्यार्थस्य ग्राह्यतया तच्चतुर्विधत्वं यत्रोपपन्नं स्यात्तस्यावश्यकपदप्रतिपाद्यस्योपस्थितिमन्तव्यैव। सा च 'आवश्यक'पदप्रतिपाद्यत्वस्य वाच्यतावच्छेदकत्वं विना कथं शक्या ? इति सूक्ष्मधिया पर्यालोच्यताम्। कृष्णबोधक हरि'पदघटितवाक्यस्थले हरिपदप्रतिपाद्यत्वस्य वाच्यतावच्छेदकत्वाभावादेव न त्वदुक्तः (पृ.१९) सूर्यादेरुपस्थितिप्रसङ्गः। ___ अथ वृत्तिकारैः श्रीमलधारिहेमचन्द्रसूरिभिः “आवस्सयं चउ
શંકા : ત્યાં તો તાત્પર્યની અનુપત્તિ હોવાથી શક્યાર્થ એવા ગંગાપ્રવાહને છોડી લક્ષ્યાર્થ એવો “ગંગાતીર' અર્થ અવશ્ય કરવાનો હોવાથી ગંગાતીરત્વને વાતાવચ્છેદક તરીકે માનીએ છીએ.
સમાધાન : તો પછી પ્રસ્તુતમાં પણ તાત્પર્યની અનુપપત્તિને કેમ પિછાણતા નથી ? આશય એ છે કે પ્રસ્તુતમાં શક્યાર્થ તરીકે પ્રકરણવિશાત્ સામાયિક વગેરે અધ્યયનોનો સમૂહ જે ઉપસ્થિત થાય છે તેમાં તો ચતુર્વિધત્વ અસંગત છે. એટલે એ જે રીતે સંગત થાય એ રીતે લક્ષ્યાર્થ લેવો જરૂરી હોવાથી આવશ્યકપદપ્રતિપાદ્યની ઉપસ્થિતિ માનવી જરૂરી છે જ, કારણ કે એમાં જ નામાદિ ચાર પ્રકાર હોવા સંગત છે. અને આ ઉપસ્થિતિ તો આવશ્યકપદપ્રતિપાદ્યત્વને વાચ્યતાવચ્છેદક માન્યા વિના શક્ય ક્યાં છે? આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી. કૃષ્ણને જણાવનાર ‘હરિ પદ જેમાં વપરાયેલું હોય એવા વાક્ય અંગે હરિપદ પ્રતિપાદ્યત્વ એ વાચ્યતાવચ્છેદક ન હોવાથી સૂર્યાદિની ઉપસ્થિતિ થઈ જવાની તમે કહેલી (પૃ.૧૯) આપત્તિ આવતી નથી.
શંકા : અનુયોગદ્વારસૂત્રની વૃત્તિકાર મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે “અવશ્ય કર્તવ્ય એ આવશ્યક અથવા આત્મા જેનાથી બધી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org