________________
२०
श्रीनिक्षेपविंशिका-४
वाच्यतावच्छेदकं भवितुं नैवार्हति, प्रतिपाद्यत्वस्य वाच्यत्वानान्तरतया स्वस्य स्वावच्छेदकत्वप्रसङ्गात्। न च भवतु स्वस्य स्वावच्छेदकत्वं, काऽऽपत्तिरिति वाच्यम् ? विरोधभङ्गापत्तेः। अयम्भावः- पूर्वसिद्धो धर्मोऽवच्छेदको भवति, आगन्तुकश्चावच्छेद्यो भवति। पूर्वसिद्धत्वआगन्तुकत्वयोर्विरोधः स्पष्ट एवेति वाच्यत्वस्यैवावच्छेदकत्वेऽवच्छेद्यत्वे च द्वयोरेकत्र वाच्यत्वे समावेशाद् विरोधभङ्गापत्तिारैव। तस्मात्स्वस्य स्वानवच्छेदकत्वं मन्तव्यमेव। ततश्च ‘हरि'शब्दात् कृष्णादेर्योपस्थितिः सा यथा न हरिपदप्रतिपाद्यत्वेन, अपि तु कृष्णादित्वेनैव, तथैव प्रस्तुतेऽप्यावश्यक' शब्दात् सामायिकादिપરંતુ ઘટપદપ્રતિપાદ્યત્વ એ ક્યારેય વાચ્યતાવચ્છક બની શકતું નથી. કારણ કે પ્રતિપાદ્યત્વ અને વાચ્યત્વ આ બન્ને એક જ હોવાથી પોતે જ પોતાનો અવચ્છેદક બનવાની આપત્તિ આવે છે.
પ્રશ્ન : પોતે જ પોતાનો અવચ્છેદક ભલે ને બને, શું વાંધો છે ?
ઉત્તર : વિરોધ ભાંગી જવાનો વાંધો છે. આશય એ છે કેપૂર્વસિદ્ધ (= પહેલેથી હાજર) ધર્મ અવચ્છેદક બને છે. આગન્તુક ધર્મ અવચ્છેદ્ય (અવચ્છિન્ન) બનતો હોય છે. આમાં પૂર્વસિદ્ધત્વ અને આગંતુકત્વનો વિરોધ સ્પષ્ટ જ છે. એટલે વાચ્યત્વ જ અવચ્છેદક હોય અને એ જ અવચ્છેદ્ય હોય તો વાચ્યત્વધર્મમાં જ પૂર્વસિદ્ધત્વ અને આગંતુકત્વ આ બન્નેનો સમાવેશ થવાથી વિરોધ ઊભો રહી શકે જ નહીં. પણ એ વિરોધ ઊભો તો છે જ. માટે પોતે પોતાનો અવચ્છેદક ન બને એ માનવું જ પડે. એટલે “હરિ' શબ્દથી કૃષ્ણાદિની જે ઉપસ્થિતિ થાય છે એ “હરિપદપ્રતિપાદ્યત્વ ધર્મથી નહીં, પણ કૃષ્ણત્વાદિ ધર્મથી જ. એ જ રીતે પ્રસ્તુતમાં પણ “આવશ્યક શબ્દથી સામાયિકાદિ-અધ્યયનસમૂહ વગેરેની જે ઉપસ્થિતિ થાય છે તે “આવશ્યક પદપ્રતિપાદ્યત્વ ધર્મથી નહીં, પણ તેવા સમૂહત્વ વગેરે ધર્મથી જ. અને તો પછી “આવશ્યક ચાર પ્રકારે કહેલું છે” વગેરે વાક્યમાં તેવો સમૂહત્વધર્મ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org