________________
वाच्यतावच्छेदकविचारः
इत्याद्यर्थः कार्य इति ध्येयम् ।
अथ नानार्थकेन 'हरि' शब्देन प्रकरणवशाद् यदा कृष्णस्योपस्थितिस्तदा सा कृष्णत्वेनैव, न तु हरिपदप्रतिपाद्यत्वेन, एवं यदा सूर्यस्योपस्थितिस्तदा सूर्यत्वेनैव, न तु हरिपदप्रतिपाद्यत्वेन, ( १ ) कृष्णबोधकप्रकरणेऽपि सूर्यादेरुपस्थितिप्रसङ्गात्, कृष्ण इव सूर्यादावपि हरिपदप्रतिपाद्यत्वस्याविशेषेण सत्त्वात्, (२) स्वस्य स्वानवच्छेदकत्वाच्च । अत्र द्वितीयस्य हेतोरयमाशयः, यस्योपस्थितिर्भवति स वाच्योऽर्थः तस्मिंश्च वाच्यता । यद्धर्मपुरस्कारेण सोपस्थितिर्भवति स धर्मो वाच्यतावच्छेदकः, यथा 'घटोऽयं' इत्युल्लेखे घटत्वं वाच्यतावच्छेदकं, 'मृदियं' इत्युल्लेखे च मृत्त्वम् । परंतु घटपदप्रतिपाद्यत्वं तु પણ ‘આવશ્યકપદપ્રતિપાદ્ય વસ્તુના આ નિક્ષેપા છે’ એવો અર્થ કરવો.
શંકા : અનેકાર્થક ‘હિર’ શબ્દથી પ્રકરણવશાદ્ = પ્રકરણ વગેરેને અનુસરીને જ્યારે કૃષ્ણ ઉપસ્થિત થાય છે ત્યારે એ કૃષ્ણરૂપે જ ઉપસ્થિત થાય છે, નહીં કે હરિપદપ્રતિપાદ્યરૂપે. એમ જ્યારે સૂર્ય ઉપસ્થિત થાય છે ત્યારે એ સૂર્યરૂપે જ ઉપસ્થિત થાય છે, નહીં કે હરિપદપ્રતિપાદ્યરૂપે. આવું માનવાના બે કારણો છે. (૧) જો આવું માનવામાં ન આવે તો, જ્યારે પ્રક૨ણ કૃષ્ણને જણાવનાર હોય ત્યારે પણ સૂર્યાદિ ઉપસ્થિત થઈ જશે, કારણ કે કૃષ્ણની જેમ સૂર્ય વગેરેમાં પણ ‘હરિ’પદપ્રતિપાદ્યત્વ તો સમાન રીતે રહેલું જ છે. (૨) પોતે પોતાનો અવચ્છેદક બની શકતો નથી. આ બીજા હેતુનો આશય આવો છે - શબ્દશ્રવણથી ઉપસ્થિત થતો અર્થ ‘વાચ્ય’ હોય છે ને એમાં વાચ્યતા હોય છે. જે ધર્મને આગળ કરીને એ પદાર્થ ઉપસ્થિત થયો હોય છે તે ધર્મ વાચ્યતાવચ્છેદક કહેવાય છે. જેમ કે ‘આ ઘડો છે’ એવું સાંભળીને ઘડો ઉપસ્થિત થયો હોય ત્યારે ઘટત્વ એ વાચ્યતાવચ્છેદક છે અને ‘આ માટી છે' એવું સાંભળીને એ ઉપસ્થિત થયો હોય ત્યારે મૃત્ત્વ (માટીપણું) એ વાચ્યતાવચ્છેદક છે.
,
Jain Education International
१९
For Private & Personal Use Only
www.jainelibrary.org