________________
ऋजुसूत्रविषयोऽनादेशः
अत एव च ऋजुसूत्रान्निर्गतस्य सुगतदर्शनस्यापि पूर्वापरक्षणयोरुपादानोपादेयभावः संमत एव । ततश्च कारणरूपो द्रव्यनिक्षेपोऽपि तस्य संमत इति सिध्यत्येव । इदं मत्परिशीलनमिति ध्येयम् ।
ऋजुसूत्रो नामभावनिक्षेपावेवेच्छतीत्यन्ये, तन्न, ऋजुसूत्रेण द्रव्या- . भ्युपगमस्य सूत्रेऽभिहितत्वात्, सूत्रे यो निषेधः स पृथक्त्वाभ्युपगमस्यैव, न तु द्रव्याभ्युपगमस्येति । तथा चायं पिण्डावस्थायां सुवर्णादिद्रव्यमनाकारं भविष्यत्कुण्डलादिपर्यायलक्षणभावहेतुत्वेन द्रव्यनिक्षेपतयाऽभ्युपगच्छन् कथं विशिष्टेन्द्राद्यभिलापहेतुभूतां साकारामिन्द्रादिस्थापनां એવી શંકાનું નિરાકરણ કરવા માટે પિંડાવસ્થામાં કુંડલાદિ આકાર વિનાના પણ સુવર્ણાદિદ્રવ્યનો કુંડલાદિપર્યાયરૂપ ભાવના કારણ તરીકે સ્વીકાર કહ્યો જ છે. વળી, એટલે જ ઋજુસૂત્રમાંથી નીકળેલ બૌદ્ધદર્શનને પણ પૂર્વાપરક્ષણનો ઉપાદાન-ઉપાદેયભાવ માન્ય જ છે. અને તેથી ઋજુસૂત્રનયને કારણરૂપ દ્રવ્યનિક્ષેપ પણ માન્ય છે એ સિદ્ધ થાય છે જ. આ મારી વિચારણા છે એ જાણવું.
કેટલાક આચાર્યો એમ કહે છે કે ઋજુસૂત્રનય નામ અને ભાવ એ બે નિક્ષેપ જ માને છે. પણ એ વાત બરાબર નથી, કારણ કે ‘ઋજુસૂત્ર દ્રવ્ય નિક્ષેપ માને છે' એ વાત તો સૂત્રમાં જ કહી છે. સૂત્રમાં જે નિષેધ છે તે તો પૃથક્ત્વના સ્વીકારનો જ છે, દ્રવ્યનિક્ષેપના સ્વીકારનો નહીં. એટલે પિંડ અવસ્થામાં કુંડલાદિઆકાર વિનાના પણ સુવર્ણાદિદ્રવ્યને એ ભાવી કુંડલાદિ-પર્યાયરૂપ ભાવનું કારણ હોવાથી દ્રવ્યનિક્ષેપરૂપે જો સ્વીકારે છે તો ઇન્દ્ર વગેરે ઉલ્લેખના વિશિષ્ટકારણરૂપ બનનારી જે સાકાર એવી ઇન્દ્રાદિસ્થાપના, એને સ્થાપનાનિક્ષેપ તરીકે શા માટે ન સ્વીકારે ? જે નિરાકારવસ્તુને પણ, ભાવના કારણરૂપે જોઈને નિક્ષેપ તરીકે સ્વીકારે છે એ સાકાર એવા ભાવના કારણને નિક્ષેપરૂપે ચોક્કસ સ્વીકારે જ એમ અર્થ જાણવો. આશય એ છે કે કારણતા કરતાં આકાર એ વસ્તુની પ્રબળ પિછાણ છે. એટલે કારણભૂત સુવર્ણપિંડને કુંડલ તરીકે
Jain Education International
२६५
For Private & Personal Use Only
www.jainelibrary.org