________________
पर्यायवचनाकथनं कथम् ?
शब्दप्रतिपाद्यार्थलक्षणस्य निक्षेपस्य चतुरादिविधत्वं, अर्थोल्लेखरूपक्रियालक्षणस्य त्रिविधत्वमित्यर्थः पर्यवस्यतीति पूर्वापरविरोधशङ्कानिःशङ्कमज्ञानस्यैव विलास इति । ननु निक्षेपस्य लक्षणमुक्तं, भेदाश्च प्रदर्शिताः, पर्यायाः कथं न कथिताः ? 'तत्त्वभेदपर्यायैाख्या' इति शास्त्रवचनात्पर्यायकथनस्यापि व्याख्याङ्गत्वादिति चेत् ? शास्त्रेष्वनुपलभ्यमानत्वादिति गृहाण। नन्वनुपलभ्यमानत्वं कथम् ? निक्षेपस्यालौकिकत्वाद्, अप्रसिद्धधर्मान्तरत्वाच्चेति जानीहि। अयम्भावःलोकप्रसिद्धानामेवार्थानां लोकस्य नानाभाषाकत्वादिहेतोरनेकशब्दवाच्यत्वं सम्भवति। परन्तु क्षपकश्रेण्यादयो येऽर्थाः केवलजिनागम एव प्रसिद्धास्तेषां तत्प्रायो न सम्भवति, तेषां लोकाप्रसिद्धतया
શંકાઃ નિક્ષેપનું લક્ષણ કહ્યું, અને ભેદો કહ્યા. તો પર્યાયવાચી શબ્દો કેમ નથી કહેતા? કારણ કે ‘તત્ત્વ-ભેદ-પર્યાય (કહેવા) દ્વારા વ્યાખ્યા કરવી એવા શાસ્ત્રવચનમુજબ પર્યાયકથન કરવું એ પણ વ્યાખ્યાનો એક અંશ છે.
સમાધાન : અનુયોગદ્વાર વગેરેમાં એ કહેલા જોવા મળતા નથી, માટે અમે પણ કહ્યા નથી..
શંકા : એ શાસ્ત્રમાં કહેલા જોવા કેમ મળતા નથી ?
સમાધાન : કેમકે નિક્ષેપ અલૌકિક છે અને એના અન્ય ધર્મો પ્રસિદ્ધ નથી. કહેવાનો આશય એ છે કે લોક જુદી જુદી અનેકભાષા બોલતું હોવાથી લોકપ્રસિદ્ધ પદાર્થોના વાચક તરીકે અનેક શબ્દો મળવા સંભવે છે. પણ ક્ષપકશ્રેણિ વગેરરૂપ જે પદાર્થો માત્ર જિનાગમમાં જ પ્રસિદ્ધ છે તેના વાચક અનેકશબ્દો મળવા પ્રાયઃ સંભવતા નથી, કારણકે જિનાગમમાં અનેક ભાષા હોતી નથી. તેમ છતાં, માત્ર જિનાગમમાં જ પ્રસિદ્ધ એવા પણ જે અર્થોના વિવક્ષિત ધર્મ કરતાં અન્ય પણ અનેક ધર્મો પ્રસિદ્ધ હોય, તેના તે તે અન્ય ધર્મને આગળ કરીને બનેલા જુદાજુદા વાચક શબ્દો સંભવિત હોવાથી તેના પણ પર્યાયવાચી શબ્દો મળી શકે છે, જેમકે આવશ્યકના અવશ્યકરણીય-યુવનિગ્રહ-વિશુદ્ધિ વગેરે આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org