________________
विरोधपरिहारः
यत्र तु सर्वभेदा न ज्ञायन्ते तत्रापि नामादिचतुष्टयेन वस्तु चिन्तनीयमेव, सर्वव्यापकत्वात्तस्य, न हि किमपि तद्वस्तु अस्ति यन्नामादिचतुष्टयं व्यभिचरतीति गाथार्थः।
नन्वत्र निक्षेपस्य जघन्यतोऽपि चतुर्विधत्वमुक्तं, अग्रे निक्षेपद्वारे तस्य त्रिविधत्वमुक्तं तद्यथा- से किं तं निक्खेवे ? निक्खेवे तिविहे पण्णत्ते, तं जहा- ओहनिप्फण्णे, नामनिप्फण्णे, सुत्तालावगनिप्फण्णे। ततश्च कथं न पूर्वापरविरोध इति चेत् ? अहो भ्रान्तिः, अत्र जत्थ
... રૂત્યવિસૂત્રે નધન્યતોગપિ ચતુર્વિધવં તગ્નિક્ષેપસ્યોર્જ, तत्र से किं तं... इत्यादिसूत्रे त्रिविधत्वं यद्वक्ष्यते तन्निक्षेपद्वारस्य ભવ, ભાવ વગેરે ભેદો જાણી શકાય ત્યાં તે બધા નિક્ષેપ કરવા. જ્યાં બીજા બધા ભેદો જાણી ન શકાય ત્યાં પણ નામ વગેરે ચાર નિક્ષેપથી તો વિચાર કરવો જ. કારણ કે આ ચારનિક્ષેપાઓ સર્વ વ્યાપક છે. એવી કોઈ વસ્તુ નથી કે જે આ ચાર સાથે વ્યભિચાર ધરાવતી હોય. અર્થાત વસ્તુ હોય અને ચારમાંના એકાદ-બે નિક્ષેપ સંભવતા ન હોય એ શક્ય નથી. (અનુયોગદ્વારનો વૃત્તિ અધિકાર પૂરો).
શંકા : અનુયોગદ્વારના આ અધિકારમાં નિક્ષેપના જઘન્યથી ૪ પ્રકાર કહ્યા છે. વળી આગળ નિક્ષેપદ્વારમાં એના ૩ પ્રકાર દર્શાવવાના છે. તે આ રીતે- “તે નિક્ષેપ શું છે ? નિક્ષેપ ત્રણ પ્રકારે કહેવાયેલો છે. તે આ રીતે ઓઘનિષ્પન્ન, નામનિષ્પક્ષ અને સૂત્રાલાપકનિષ્પન્ન.” તો આમાં પૂર્વાપરવિરોધ કેમ નહીં ?
સમાધાન : અહીં જઘન્યથી ચાર પ્રકાર જે કહ્યા છે તે નિક્ષેપના કહ્યા છે જ્યારે આગળ નિક્ષેપદ્વારમાં ત્રણ પ્રકાર જે કહ્યા છે તે નિક્ષેપારના કહ્યા છે, નહીં કે નિક્ષેપનો... પછી પૂર્વાપરવિરોધ છે જ ક્યાં? આશય એ છે કે “અધ્યયન વગેરે જેના નિક્ષેપ કરવાના હોય તેના તે જઘન્યથી નામ વગેરે ચાર તો કરવા જ આવું આ જલ્થ ય.. વગેરે સૂત્ર જણાવે છે. પણ આ ચાર વગેરે નિક્ષેપ કોના કોના કરવા ? વિશ્વમાં જેટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org