________________
कारणे कार्योपचारकथनं व्यवहारानुसारेण
२४१
प्युच्यते, माणवकस्योपचारेणैवाग्नित्वात् । ननूपचारप्राप्तानि वस्तूनि किमिति प्रकारेषु न गण्यन्ते ? प्रकारेयत्ताया अनैयत्यापत्तेरिति गृहाण, उपचाराणां कारणे कार्यस्य-कार्ये कारणस्य-आधारे आधेयस्य-आधेये आधारस्येत्यादिरूपेणानियतत्वात् ।
ततश्च नैगमाभ्युपगतवस्तुनोऽनेके प्रकारा ये मन्तव्यास्तेऽनुपचरिता एव ग्राह्या इति स्थितम् । तस्मात् कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनादित्यादि यदुक्तं तद्व्यवहारनयेनैवेत्यपि स्थितम् । नन्वेवं सति नैगमस्यानेकप्रकारवस्त्वभ्युपगमपरत्वप्रदर्शने व्यवहारनयाभिप्रेतस्य कथनं किमर्थम् ? शृणु– जावइया वयणपहा तावइया चेव हुंति णयवाया। जावइया नयवाया तावइया चेव परसमया ॥ (सम्मतितर्कप्रकरण ३/४७) त्ति वचनाद् नयवादानां वचनपथात्मकत्वं निश्चीयते। वचनતૃણજન્ય, અરણિજન્ય, મણિજન્ય અને માણવક' આ રીતે ક્યારેય કહેવાતું નથી, કારણ કે માણવક ઉપચારથી જ અગ્નિ છે.
શંકા : ઉપચારથી મળતી વસ્તુઓ પ્રકારમાં કેમ ગણાતી નથી ?
સમાધાન : કારણ કે તો પછી પ્રકારની સંખ્યાનો કોઈ નિયમ જ ન રહે. તે પણ એટલા માટે કે ઉપચાર તો કારણમાં કાર્યનો, કાર્યમાં કારણનો... આધારમાં આધેયનો, આધેયમાં આધારનો.. આવી બધી રીતે અનિયત હોય છે.
એટલે નૈગમે સ્વીકારેલા વસ્તુના અનેક પ્રકારો જે માનવાના છે તે અનુપચરિત જ લેવાના હોય છે એ નક્કી થયું. એટલે, કારણમાં કાર્યના ઉપચારથી... કેમકે તેવો વ્યવહાર જોવા મળે છે એમ જે કહ્યું છે તે વ્યવહારનયથી જ કહ્યું છે તે પણ નિશ્ચિત થયું.
શંકા : નૈગમ અનેક પ્રકારની વસ્તુ માને છે. એવું દર્શાવવાના અધિકારમાં વ્યવહારનયને અભિપ્રેત વાત કરવાની શી જરૂર ?
સમાધાન : સાંભળો. “જેટલા વચનમાર્ગ છે તેટલા જ નયવાદ છે. જેટલા નયવાદ છે એટલા જ પરસિદ્ધાન્ત છે. (સમ્મતિ તર્કપ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org