________________
२४०
श्रीनिक्षेपविंशिका-१८
इति । ततश्च भवन्निरूपणस्यानेन सह विरोध इति चेत् ? मैवं, तत्रोपचारस्य व्यवहारनयाभिप्रायेणैवोक्तत्वाद् । तथाहि- कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनादिति यदुक्तं तत्र, तत्र तथाव्यवहारदर्शनाद्' इत्युल्लेखो व्यवहारनयाभिप्रायोऽयं' इत्यभिव्यनक्त्येव, व्यवहारस्य व्यवहारनयाभिप्रायेण प्रवर्तमानत्वात् । तथा तत्र, 'अनेकप्रकारवस्त्वभ्युपगमपरत्वादिति यदुक्तं, तद् नैगमनयाभिप्रायं स्पष्टं व्यनक्त्येव, 'अनुपचारेणाभ्युपगतानि वस्तून्येव वस्तुनः प्रकारत्वार्हाणीति नियमाद्। अयम्भावः- यस्य कस्यचिदपि वस्तुनो विभागप्रदर्शनवाक्ये उपचारप्राप्तानि वस्तूनि नैव प्रोच्यन्ते । तृणजन्यः, अरणिजन्यः, मणिजन्यश्चेत्येवमग्नौ त्रिविधे प्राप्यमाणे तद्विभागप्रदर्शनवाक्यं ‘अग्निश्चतुर्विधःतृणजन्यो, अरणिजन्यो, मणिजन्यो, माणवकश्च'त्येवं न कदाचिदવિચારવી. એટલે તમારા નિરૂપણનો આ અધિકાર સાથે વિરોધ છે.
સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે એ અધિકારમાં ઉપચાર જે કહ્યો છે તે વ્યવહારનયના અભિપ્રાયે જ કહ્યો છે. તે આ રીતે - “કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી.. કારણ કે તેવો વ્યવહાર જોવા મળે છે. આવું જે ત્યાં કહ્યું છે તેમાં ‘તેવો વ્યવહાર જોવા મળે છે આવા શબ્દો, આ ઉપચાર વ્યવહારનયના અભિપ્રાયથી છે એવું સૂચવે જ છે, કારણ કે વ્યવહાર વ્યવહારનયને અનુસરીને થતો હોય છે. તથા ત્યાં “અનેક પ્રકારવસ્વભુપગમપરત્વાક્ = અનેક પ્રકારની વસ્તુનો સ્વીકાર કરવામાં તત્પર હોવાથી એવું જે કહ્યું છે તે નૈગમનયના અભિપ્રાયને સ્પષ્ટરૂપે વ્યક્ત કરે જ છે, કારણ કે “ઉપચાર વિના જમૌલિક રીતે મનાયેલી વસ્તુઓ જ મૂલવસ્તુના પ્રકાર તરીકે ગણી શકાય છે.” આવો નિયમ છે. આશય આ છે – કોઈપણ વસ્તુના વિભાગ-પ્રકાર કેટલા છે? એ દર્શાવનાર વાક્યમાં ઉપચરિત વસ્તુઓ ક્યારેય કહેવાતી નથી. તૃણજન્ય, અરણિજન્ય અને મણિજન્ય.આમ ત્રણ પ્રકારનો અગ્નિ જો મળે છે તો એના વિભાગ દર્શાવનાર વાક્ય-“અગ્નિ ચાર પ્રકારે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org