________________
अनुयोगद्वाराधिकारः
२३३
अवत्थु, कम्हा ? जइ जाणए अणुवउत्ते न भवति, जइ अणुवउत्ते जाणए ण भवति, तम्हा णत्थि आगमओ दव्वावस्सयंति (सू.१५) तद्वृत्तिलेशश्च- इदमत्र हृदयं-आवश्यकशास्त्रज्ञस्तत्र चानुपयुक्त आगमतो द्रव्यावश्यकमिति प्राग्निीतं, एतच्चामी न प्रतिपद्यन्ते, यतो यद्यावश्यकशास्त्रं जानाति, कथमनुपयुक्तः ? अनुपयुक्तश्चेत् कथं जानाति ? ज्ञानस्योपयोगरूपत्वात् । यदप्यागमकारणत्वादात्मदेहादिकमागमत्वेनोक्तं तदप्यौपचारिकत्वादमी न मन्यन्ते, शुद्धनयत्वेन मुख्यवस्त्वभ्युपगमपरत्वात्, तस्मादेतन्मते द्रव्यावश्यकस्यासम्भव इति ।
ततश्च यद्यत्रानुपयुक्तस्य द्रव्यत्वात्पर्यायार्थिकानामसंमतत्वमुक्तं स्यात्तदा पर्यायरूपस्य तस्य संमतत्वं शक्यकथनं स्यात् । परन्त्वत्र અને તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે– શબ્દાદિ ત્રણ નયોને જ્ઞાતાઅનુપયુક્ત એ અવસ્તુ છે. શા માટે ? એટલા માટે કે જો જ્ઞાતા છે તો અનુપયુક્ત ન હોઈ શકે. જો અનુપયુક્ત છે તો જ્ઞાતા ન હોઈ શકે. તેથી આગમથી દ્રવ્યાવશ્યક છે નહીં. (સૂ.૧૫) આની વૃત્તિનો સારભૂત અર્થ આવો છે– “આમાં આ રહસ્ય છે- આવશ્યક શાસ્ત્રનો જાણકાર પણ હાલ તેમાં અનુપયુક્ત એવો જીવ આગમથી દ્રવ્યઆવશ્યક છે એવું પહેલાં નિર્ણત થઈ ચૂક્યું છે. પણ આ શબ્દાદિ નયો આ વાત સ્વીકારતા નથી, કારણ કે જો આવશ્યકશાસ્ત્રને જાણે છે તો અનુપયુક્ત શી રીતે હોઈ શકે ? જો અનુપયુક્ત છે, તો જાણે છે.... એમ શી રીતે કહી શકાય? કારણ કે જ્ઞાન ઉપયોગરૂપ હોય છે. વળી આગમના કારણભૂત હોવાથી દેહાદિને આગમ તરીકે જે કહ્યા છે તે પણ ઔપચારિક હોવાથી આ નયો માનતા નથી. કારણ કે શુદ્ધ નયરૂપ હોવાથી તેઓ મુખ્ય વસ્તુને જ માને છે. માટે તેઓના મતે દ્રવ્ય આવશ્યકનો અસંભવ છે.”
જો અહીં એમ કહ્યું હોત કે “અનુપયુક્ત આત્મા દ્રવ્યરૂપ હોવાથી પર્યાયાર્થિકને અમાન્ય છે તો એવું જરૂર કહી શકાત કે “એ આત્માનો અનુપયોગ એ પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિકને માન્ય છે પરંતુ અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org