________________
व्याख्याद्वये प्रधानतया शब्दभेद एव
क्रियमाणत्वान्न दोष इति समानम् । ननु तर्हि तैर्यथा तदुपशमनं कृतं तथैव क्रियतां येनापूर्वं व्याख्यानं निवार्येतेति चेत् ? सत्यं, तथापि व्याख्यानद्वये प्रधानतया शब्दभेद एव ज्ञेयो न त्वर्थभेद इति ।
इदमुक्तं भवति - श्रीअनुयोगद्वारसूत्रे आगमतो द्रव्यावश्यकनिरूपणावसरे नयविचारणायां, “नैगमस्यैको देवदत्तादिरनुपयुक्त आगमत एकं द्रव्यावश्यकं, द्वावनुपयुक्तौ द्वे द्रव्यावश्यके, एवं यावन्तोऽनुपयुक्तास्तावन्ति द्रव्यावश्यकानि, व्यवहारस्याप्येवमेव, सङ्ग्रहस्य मते एको वाऽनेके वाऽनुपयुक्तोऽनुपयुक्ता वैकमेव द्रव्यावश्यकं, ऋजुसूत्रस्य मतेऽप्येकमेव द्रव्यावश्यकं, यतोऽसावतीतानागतभेदतः परकीयभेदतश्च पार्थक्यं नेच्छति, शब्दनयानां ज्ञायकोऽथ चानुपयुक्त इत्येतदवस्तु न
२२९
શંકા : તો તેઓએ જે રીતે એ વિરોધને દૂર કર્યો છે, એ રીતે જ તમે પણ કરો ને ! જેથી અપૂર્વ વ્યાખ્યા કરવી ન પડે.
સમાધાન : વાત સાચી છે. છતાં આ બન્ને વ્યાખ્યામાં મુખ્ય રીતે શબ્દભેદ જ છે, અર્થભેદ નથી, માટે દોષ નથી. કહેવાનો આશય આ છે—શ્રીઅનુયોગદ્દારસૂત્રમાં દ્રવ્યાવશ્યકના નિરૂપણના અવસરે નયવિચારણામાં આ પ્રમાણે કહ્યું છે - નૈગમમતે એક અનુપયુક્ત દેવદત્ત આગમથી એક દ્રવ્યાવશ્યક છે. બે અનુપયુક્ત જીવો બે દ્રવ્યાવશ્યક છે. એમ જેટલા અનુપયુક્ત હોય એટલા દ્રવ્યાવશ્યક છે. વ્યવહારનયમતે પણ એ જ પ્રમાણે છે. સંગ્રહનયમતે એક અનુપયુક્ત હોય કે અનેક અનુપયુક્ત હોય.. બધું એક જ દ્રવ્યાવશ્યક છે. ઋજુસૂત્રનયમતે પણ એક જ દ્રવ્યાવશ્યક છે, કારણકે એ અતીત-અનાગતના ભેદથી કે પરકીયભેદથી પાર્થક્ય માનતો નથી. શબ્દનયોના મતે જ્ઞાતા હોય ને છતાં અનુપયુક્ત હોય એ અવસ્તુ છે.. અર્થાત્ એવું સંભવતું નથી.. વગેરે કહ્યું છે પરંતુ આગમથી ભાવઆવશ્યકના નિરૂપણના અવસરે આવું કશું કહ્યું નથી. વળી, આવશ્યકના ઉપયોગરૂપ આગમથી ભાવાવશ્યક એ પર્યાયરૂપ હોવાથી પર્યાયાસ્તિકને તો માન્ય હોય જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org