________________
२२६
श्रीनिक्षेपविंशिका-१८
यदि तथापरिणतं जीवद्रव्यमेव सामायिकत्वेन स्वीकुर्वीरंस्तथापि न भावनिक्षेपत्वस्यानुपपत्तिरिति न तदुपपत्त्यर्थं जीवद्रव्यविशेषणतया गुणविशेषलक्षणपर्यायग्रहणपर्यन्तानुधावनमावश्यकम् । यद्यप्यत्र जीवपर्यायतया गुणज्ञानं भवत्येव, परंतु यतोऽत्र गुणो गृह्यतेऽतो भावनिक्षेपत्वमित्येवं भावनिक्षेपत्वस्योपपादनं नावश्यकमित्यर्थः। अन्यथा जीवविशेषणतया गृह्यमाणतत्पर्यायापेक्षयेतराविशेषणत्वरूपप्राधान्येन गृह्यमाणजीवद्रव्यस्यैव बलवत्त्वाद् द्रव्यनिक्षेपत्वमेव तत्रापतेदिति ध्येयम्। अतो ज्ञानापेक्षया नयव्यवस्थैव कर्तव्या । तद्यथा- यद्यन्याविशेषणत्वरूपप्राधान्येन पर्यायो गृह्यते यथा ‘जीवगुणः सामायिकम्' इत्यत्र, तदा पर्यायार्थिकत्वं, यदि च तथाप्राधान्येन द्रव्यं गृह्यते, यथा છે. અહીં નૈગમ વગેરે દ્રવ્યાર્થિકનયો જો તે રીતે પરિણત થયેલા જીવદ્રવ્યને જ સામાયિક તરીકે સ્વીકારે તો પણ ભાવનિક્ષેપપણાંની અસંગતિ નથી. ને તેથી એની સંગતિ માટે જીવદ્રવ્યના વિશેષણતરીકે ગુણાત્મક પર્યાયના જ્ઞાન સુધી જવાની જરૂર નથી. (અલબત એ જ્ઞાન પણ થાય જ છે. પણ આમાં પર્યાયનું જ્ઞાન થાય છે માટે ભાવ નિક્ષેપ છે... એ રીતે સંગતિ કરવી જરૂરી નથી.) અન્યથા = પર્યાયનું જ્ઞાન થતું હોય તો ભાવનિક્ષેપ અને દ્રવ્યનું થતું હોય તો દ્રવ્યનિક્ષેપ આ રીતે સંગતિ કરવામાં, પ્રસ્તુતમાં, જીવના વિશેષણ તરીકે જણાતા એના પર્યાયની અપેક્ષાએ, અન્યના અવિશેષણત્વરૂપ પ્રાધાન્યથી જણાતું જીવદ્રવ્ય જ બળવાનું બનવાથી ગુણયુક્તજીવમાં દ્રવ્યનિક્ષેપત્ર (દ્રવ્યસામાયિત્વ) જ આવી પડશે. એટલે જ્ઞાન શાનું થાય છે એના આધારે માત્ર નયની વ્યવસ્થા કરવી. એટલે કે પર્યાયનું અન્યના અવિશેષણત્વરૂપ પ્રાધાન્યથી જ્ઞાન થતું હોય (જેમ કે જીવનો ગુણ એ સામાયિક) તો પર્યાયાર્થિકનય, અને દ્રવ્યનું અન્યના અવિશેષણત્વરૂપ પ્રાધાન્યથી ગ્રહણ થતું હોય (જેમ કે ગુણયુક્તજીવ એ સામાયિક) તો દ્રવ્યાર્થિક નય. તથા, વસ્તુ કેવી છે એના આધારે જ એના જ્ઞાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org