________________
अर्थाभिधान न्यायविचारः
नामादिनिक्षेपेष्वनन्तर्भूतत्वात्कथं जघन्यतश्चतुर्णामेव निक्षेपाणां नियमः कथ्यत इति वाच्यं तयोरपि नामादिष्वेवान्तर्भूतत्वात्। तथाहि'म्अङ्ग्अलुअ' इति वर्णावलिनिष्पन्न' मङ्गल' शब्दलक्षणमभिधानं नामनिक्षेपेऽन्तर्भवति। प्रत्ययस्तु मङ्गलविषयकबोधरूपतया बोधस्य च बोधवतोऽभिन्नतयाऽऽगमतो भावनिक्षेपेऽन्तर्भवतीति न तन्निमित्तमाधिक्यं सम्भवति। गोपालदारकादीनां शेषाणां सर्वेषां निक्षेपाणां तुल्यनामधेयानामर्थेऽन्तर्भावात् न तन्न्यायस्यापि न्यूनत्वमिति ध्येयम् । इत्थञ्च मङ्गलाख्यदारकादयो ये येऽर्था मङ्गलपदवाच्या मङ्गलनामधेया इत्यर्थः, तेषु तेष्वर्थेषु वाचकतया मङ्गलपदस्य न्यसनंनिक्षेपणं निक्षेप इत्यर्थो लब्धः ||२||
નામાદિ ૪ માં જ અન્તર્ભાવ છે. તે આ રીતે - ‘મંગળ’ આવા શબ્દરૂપ જે અભિધાન છે એનો નામનિક્ષેપમાં અન્તર્ભાવ છે. તથા જ્ઞાન અને જ્ઞાનીનો અભેદ હોવાથી મંગળવિષયક જ્ઞાનરૂપ પ્રત્યયનો ‘આગમથી ભાવનિક્ષેપ' માં સમાવેશ છે.
શંકા : છતાં, ‘ઞિિમધાનપ્રત્યયાસ્તુત્યનામધેયાઃ' એ ન્યાય અધૂરો તો કહેવાશે જ. કારણ કે અર્થ-અભિધાન અને પ્રત્યય સિવાયના ગોપાળદારકાદિ પણ તુલ્યનામ ધરાવે જ છે જેનો આમાં સમાવેશ થયો નથી.
સમાધાન : ના, એ બધાનો ‘અર્થ' માં જ સમાવેશ થઈ જાય છે. કારણ કે એ બધા પણ વાચ્ય અર્થરૂપ જ છે. માટે એ ન્યાય અધૂરો નથી.
-
આમ, ‘મંગળ’ નામનો ગોપાલદા૨ક વગેરે જે જે અર્થો મંગળ એવા શબ્દથી વાચ્ય છે- અર્થાત્ ‘મંગળ’ નામધારી છે, તે તે અર્થો અંગે વાચકરૂપે ‘મંગળ’ એવા શબ્દનો ન્યાસ (= નિક્ષેપણ) ક૨વો = વાચકરૂપે ‘મંગળ’ એવા શબ્દનું પ્રતિપાદન કરવું એ મંગળનો નિક્ષેપ કર્યો કહેવાય એવો અર્થ નિશ્ચિત થાય છે. ॥૨॥
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org