________________
८
રૂતિ' નૃત્યવિના
निक्षेपस्य लक्षणमुक्तम्। अथ तद्भेदकथनावसरः । तत्र कस्यचिदपि वस्तुनो नाम - आकृत्यपरपर्यायस्थापना द्रव्य-भावाख्याश्चत्वारो निक्षेपा जघन्यतस्तु भवन्त्येवेति नियमः । तदधिकास्तु कस्यचिद्भवन्ति, कस्यचिन्नेति भजना ज्ञेया। अत्र जघन्यतश्चतुर्णां निक्षेपाणां यो नियमः स आगमे श्रीअनुयोगद्वारलक्षणे स्फुटरूपेणोक्तो वर्तते । तद्विषयिणी च ये चालनाप्रत्यवस्थाने ते यथावसरमग्रे व्यक्तीकरिष्येते । न च ‘अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेयाः' इति शास्त्रप्रसिद्धन्यायोऽभिधानप्रत्यययोरपि शब्दवाच्यत्वं सूचयति तयोश्च गोपालदारकादिलक्षणेषु
9
Jain Education International
श्रीनिक्षेपविंशिका - २
આમ, નિક્ષેપનું લક્ષણ કહ્યું. હવે એના ભેદકથનનો અવસર છે. જેના પણ નિક્ષેપ કરવાના હોય તેના જઘન્યથી નામ, આકૃતિ સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપા તો હોય જ છે એવો નિયમ છે. ચારથી વધારે પાંચ-છ વગેરે નિક્ષેપાઓ કોઈકના હોય છે. કોઈકના હોતા નથી એમ ભજનાએ જાણવા. આમાં જઘન્યથી ચાર નિક્ષેપ હોવાનો જે નિયમ છે તે શ્રી અનુયોગદ્વારનામના આગમમાં સ્પષ્ટ રીતે કહેલ છે. એ નિયમ અંગે જે ચાલના (શંકા) અને પ્રત્યવસ્થાન (સમાધાન) છે તે અવસરમુજબ આગળ સ્પષ્ટ થશે.
પ્રત્યય
શંકા : ઘડો વગેરે પદાર્થ, એનું ‘ઘડો’ એવું નામ તથા દ્વિષયક જ્ઞાન. આ ત્રણેનો ‘ઘડો’ એવા એક જ શબ્દથી ઉલ્લેખ થાય એવું જણાવનાર ‘અર્થામિધાનપ્રત્યયાસ્તુત્યનામધેયા' એવો એક ન્યાય શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. એટલે આ ન્યાયમુજબ ‘ઘડો’ એવું જે અભિધાન અને તદ્વિષયક જે જ્ઞાન એ બન્ને પણ ‘ઘટ' એવા શબ્દના વાચ્યાર્થરૂપ છે જ. પણ તમે જે ગોપાલદારક વગે૨ેરૂપ નામાદિ ૪ નિક્ષેપ કહ્યા તેમાં આ બેનો સમાવેશ તો છે જ નહીં. એટલે ૪ + ૨ = ૬ નિક્ષેપ જઘન્યથી કહેવા જોઈએ ને ?
સમાધાન : આ શંકા બરાબર નથી, કારણ કે આ બન્નેનો પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org