________________
निक्षेपप्रयोजनम्
'निक्षेप'शब्दस्यार्थतया प्रतीयन्ते। एषाञ्च मङ्गलाख्यदारकादीनां क्रमशो नाममङ्गलं, स्थापनामङ्गलं, द्रव्यमङ्गलं, भावमङ्गलमित्याख्याः शास्त्रे પ્રસિદ્ધાઃ |
अथ सूत्रगतस्य शब्दस्य प्रकरणलभ्यो योऽर्थः स एव वक्तव्यो नियुक्तिकृदादिभिः, किमर्थं सर्वेषामर्थानां कथनमित्याशङ्काया इदं समाधानं ज्ञेयं-यद्-सूत्रगतस्य तस्य शब्दस्य वाच्यत्वेन प्रतीयमानानामर्थानां मध्ये कोऽर्थः प्रकरणलभ्यः ? कश्च न तथेति निर्णेतुं तच्छब्दवाच्यानां सर्वेषामर्थानामुपस्थितिरपेक्षिता। सा चोपस्थितिरनुल्लेखे तेषां कथं शक्या ? इति सर्वेषां कथनं क्रियत इति। सूचित चैतन्महोपाध्यायैस्तत्रैव ग्रन्थे– 'मङ्गलादिपदार्थनिक्षेपानाममङ्गलादिविनियोगोपपत्तेश्च निक्षेपाणां फलवत्त्वम्, तदुक्तं लघीयस्त्रयीविवरणे (७.२) अप्रस्तुतार्थापाकरणात् प्रस्तुतार्थव्याकरणाच्च निक्षेपः फलवान् ક્રમશઃ નામમંગળ, સ્થાપના મંગળ, દ્રવ્યમંગળ અને ભાવમંગળ એવા નામો પ્રસિદ્ધ છે.
પ્રશ્નઃ સૂત્રમાં રહેલા શબ્દનો પ્રકરણલભ્ય જે અર્થ હોય એને જ નિર્યુક્તિકાર વગેરેએ કહેવો જોઈએ ને, તે તે શબ્દોના જેટલા અર્થો હોય એ બધા કહેવાની શી જરૂર છે?
ઉત્તર : તે તે શબ્દના વાચ્ય તરીકે પ્રતીત થનારા અર્થોમાંથી કયો પ્રકરણલભ્ય છે ને કયો નથી એનો નિર્ણય કરવા માટે બધા જ અર્થોની ઉપસ્થિતિ અપેક્ષિત હોય છે. એટલે બધા જ અર્થોનું કથન જો ન કરવામાં આવે તો એ ઉપસ્થિતિ શી રીતે થાય ? માટે બધાનું કથન કરાય છે. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે એ જ જે.ત.) ગ્રન્થમાં કહ્યું છે કે– મંગળ વગેરે પદાર્થોનો નિક્ષેપ થવાથી મંગળાદિના વિનિયોગની સંગતિ થાય છે, માટે નિક્ષેપ ફળવાન છે. લવીયસ્ત્રયી વિવરણમાં જણાવ્યું છે કે અપ્રસ્તુત અર્થની બાદબાકી કરીને પ્રસ્તુત અર્થનો નિશ્ચય કરાવવા દ્વારા નિક્ષેપ સફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org