________________
श्रीनिक्षेपविंशिका-२
मभूद्यत्कन्ययाऽऽनीयमानः पूर्णकलशो दृष्टः' इति वाक्ये पूर्णकलशः, 'धम्मो मंगलमुक्किट्ठ' इति सूत्रवाक्येऽहिंसादिमयो धर्मः प्रतीयत इत्यनुभवसिद्धम्। ततश्च सूत्रगतस्याधिकृतस्य शब्दस्य वाच्यत्वेन प्रकरणादिवशाद् यावतामर्थाना प्रतिपत्तिर्भवितुं शक्या तावतामर्थानामुल्लेखो यः क्रियते नियुक्तिकृदादिभिः स 'निक्षेपः कृतः' इत्येवं व्यवह्रियते। ततश्चात्रार्थानामुल्लेखात्मिका क्रिया ‘निक्षेप'शब्दस्यार्थतया प्रतीयते। तदुक्तं महोपाध्यायैर्जेनतर्कभाषायां ‘प्रकरणादिवशेनाप्रतिपत्त्यादिव्यवच्छेदकयथास्थानविनियोगाय शब्दार्थरचनाविशेषा निक्षेपाः' इति। किञ्च ‘तेऽर्थास्तस्य शब्दस्य निक्षेपाः' इति तस्य तावन्तो निक्षेपाः' इत्यपि व्यवहारो दृश्यते। ततश्चात्र विवक्षितशब्दप्रतिपाद्या अर्था મંગળરૂપે જણાય છે. અને “ઘમ્મો મામુવિ આવા સૂત્રવાક્યમાં અહિંસાદિમય ધર્મ પ્રતીત થાય છે. આ વાતો અનુભવસિદ્ધ છે. એટલે સૂત્રગત વિવક્ષિત શબ્દના વાચ્ય તરીકે પ્રકરણાદિના પ્રભાવે જેટલા અર્થોની પ્રતીતિ થવી શક્ય હોય તે બધાનો ઉલ્લેખ કરવો એ ‘નિર્યુક્તિકાર વગેરેએ નિક્ષેપ કર્યો એ રીતે ઉલ્લેખાય છે. એટલે કે અહીં નિક્ષેપ તરીકે અર્થોના ઉલ્લેખરૂપ ક્રિયા જણાય છે. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “જૈનતર્કભાષા માં કહ્યું છે કે– પ્રકરણાદિના કારણે અપ્રતિપત્તિ (= કશાનો નિર્ણય જ ન થવો) વગેરેનો વ્યવચ્છેદ કરીને યથાસ્થાન વિનિયોગ થાય એ માટે શબ્દના અર્થની ચોક્કસ પ્રકારે રચના = ચોકકસ પ્રકારે કથન કરવું એ નિક્ષેપ છે.
વળી, તે પદાર્થો તે શબ્દના નિક્ષેપાઓ છે” એવો તથા તેના એટલા નિક્ષેપ છે વગેરે વ્યવહાર પણ જોવા મળે છે. એટલે કે આવા વ્યવહારમાં વિવક્ષિતશબ્દથી પ્રતિપાદ્ય અર્થો નિક્ષેપ તરીકે જણાય છે. નિક્ષેપના ચાર વગેરે ભેદ જે કહેવાય છે એ આના જ જાણવા. ઉપર કહેલી ઉલ્લેખાત્મક ક્રિયાના નહીં, અહીં જે ‘મંગળ’ શબ્દના અર્થ તરીકે પ્રતીત થનારા મંગળનામના છોકરા વગેરેની વાત કરી એમના શાસ્ત્રોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org