________________
निक्षेपलक्षणम्
निक्षेपो न्यास इत्यर्थः। कस्य कुत्र ? इति चेत् ? वाचकस्य शब्दस्य वाच्येऽर्थे इति गृहाण। किमुक्तं भवति ? विवक्षितः शब्दो वाचकतयाऽस्मिन्नस्मिन् वाच्येऽर्थे न्यस्तः (=सङ्केतितः) शिष्टपुरुषैरिति प्रतिपादनं निक्षेपः। इदमुक्तं भवति-सूत्रगतस्याधिकृतस्य शब्दस्य सामान्यतया श्रवणे सति नैकस्यैव कस्यचिदर्थस्य प्रतिपत्तिः, अपि तु प्रकरणभेदेन नानार्थानां प्रतिपत्तिः। तथाहि- धम्मो मंगलमुक्किट्ठ' इत्यादिसूत्रे यो मङ्गलशब्दो वर्तते तस्य वाच्यत्वेन प्रकरणभेदेन नानाविधा अर्थाः प्रतीयन्ते। तद्यथा- 'मङ्गलोऽयं गच्छति' इति वाक्ये मङ्गलाख्यदारकः प्रतीयते। एवं ‘स भीत्तिचित्रे मङ्गलं पश्यति' इति वाक्ये चित्रगतः साधुः, ‘महतः कार्यस्य प्रारम्भे वरमिदं मङ्गल
ગાથાર્થ સુગમ છે. પ્રશ્ન : નિક્ષેપણ કરવું એ નિક્ષેપ છે... આનો શું અર્થ છે ?
ઉત્તર : નિશ્ચિતરૂપે લેપ કરવો = મૂકવું એ નિક્ષેપ... અર્થાત્ ન્યાસ કરવો એ નિક્ષેપ છે. પ્રશ્ન : કોનો ક્યાં ન્યાસ કરવો ? ઉત્તર : વાચક એવા શબ્દનો વાચ્ય અર્થમાં નિશ્ચિતરૂપે ન્યાસ કરવો એ નિક્ષેપ છે. અર્થાત્ વિવક્ષિત શબ્દ શિષ્ટપુરુષો વડે વાચકરૂપે આ-આ પદાર્થમાં નિશ્ચિત (=સંકેતિત) કરાયેલો છે એવું પ્રતિપાદન કરવું એ નિક્ષેપ છે. કહેવાનો આશય એ છે કે– સૂત્રમાં રહેલા વિવક્ષિત શબ્દને સાંભળવા પર સામાન્ય રીતે એક જ અર્થનો બોધ થાય એવું હોતું નથી. પણ પ્રકરણભેદે જુદા-જુદા અનેક અર્થોનો બોધ થતો હોય છે. જેમકે
થો મનમુવિટ્ટ...' ઇત્યાદિ સૂત્રમાં રહેલા ‘મંગળ’ શબ્દના વાચ્ય તરીકે પ્રકરણભેદે જુદા જુદા અર્થો પ્રતીત થાય છે. તે આ રીતે – “આ મંગળ જાય છે' આવા વાક્યમાં મંગળ નામનો છોકરો જણાય છે. એમ તે ભીંતચિત્રમાં મંગળને જુએ છે.” આવા વાક્યમાં ચિત્રમાં દોરેલ સાધુ જણાય છે. તથા, “મહત્ત્વના કાર્યના પ્રારંભે આ સારું મંગળ થયું કે જે પૂર્ણકળશવાળી કન્યા સામી મળી આવા વાક્યમાં પૂર્ણકળશ કે કન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org