________________
श्रीनिक्षेपविंशिका-२
सम्बन्धस्तेनैव सूचितो ज्ञेयः। तथा, येषां निक्षेपविषयिणी जिज्ञासा तेऽत्राधिकारिणः' इत्येवमधिकारिणां सूचनं कृतम्। निक्षेपविषयकबोधप्रदान-आदान-लक्षणे स्वस्य श्रोतुश्चानन्तरप्रयोजने अपि सूचिते ज्ञेये। परंपरप्रयोजनं तूभयोनिःश्रेयसावाप्तिरिति प्रसिद्धमेव ॥१॥ अथ निक्षेपनिरूपणे प्रथमं निक्षेपस्य स्वरूपभूतं लक्षणं भेदांश्चाह
निक्षेपणं हि निक्षेपो जघन्यतश्चतुर्विधः। नामाकृतिद्रव्यभावैस्तदुक्तमागमे स्फुटम्॥२॥
सुगमार्था । ननु निक्षेपणं निक्षेप इति कोऽर्थः ? निश्चितः क्षेपो મહારાજ, શ્રીભુવનભાનુસૂરિ મહારાજ.. વગેરે ક્રમે શ્રીસુધર્માસ્વામીશ્રીગૌતમસ્વામી દ્વારા સર્વજ્ઞ પ્રભુ શ્રીમહાવીરમાં જઈને મળે છે. એટલે સર્વજ્ઞમૂલક આ ગુરુપરંપરા દ્વારા જે મળ્યું છે તેનું આ ગ્રન્થમાં નિરૂપણ હોવાથી આ ગ્રન્થ ગુરુપર્વક્રમ સંબંધ દ્વારા શ્રીસર્વજ્ઞ સાથે જોડાયેલો છે એવો નિર્ણય થાય છે.
“નિક્ષેપવિંશિકા' એવું ગ્રન્થનામ ગ્રન્થના વિષયને જણાવે છે. તથા જેઓએ નિક્ષેપનું જ્ઞાન મેળવવું હોય તેઓ માટે આ ગ્રન્થ ઉપાય છે. એવું સૂચવવા દ્વારા ઉપાય-ઉપેયભાવ સંબંધનું પણ એના દ્વારા જ સૂચન થઈ ગયેલું જાણવું. એમ જેઓને નિક્ષેપની જિજ્ઞાસા હોય તેઓ આ ગ્રન્થને ભણવાના અધિકારી છે એ પ્રમાણે અધિકારીનું પણ એનાથી જ સૂચન થઈ જાય છે. વળી નિક્ષેપ અંગેનો બોધ આપવો એ ગ્રન્થકારનું અને એ બોધ મેળવવો એ શ્રોતાઓનું અનંતરપ્રયોજન છે એ પણ સૂચિત થઈ જાય છે. પરંપરપ્રયોજન તો એ બન્નેનું મોક્ષપ્રાપ્તિ જ છે એ પ્રસિદ્ધ છે. તેના હવે, નિક્ષેપનું નિરૂપણ કરવું છે, એટલે સહુ પ્રથમ નિક્ષેપનું સ્વરૂપાત્મક લક્ષણ અને નિક્ષેપના ભેદોને ગ્રન્થકાર કહે છે–
ગાથાર્થ : નિક્ષેપણ કરવું એ નિક્ષેપ છે. એ જઘન્યથી નામ, આકૃતિ = સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે હોય છે. આ વાત આગમમાં સ્પષ્ટ રીતે કહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org