________________
२२२
अधिकं नयविंशिकायां विवरितुकामोऽधुनाऽहम् ।
तदेवं निक्षेपसम्बन्धिभ्यां द्रव्य-भावशब्दाभ्यां नयसम्बन्धिनौ द्रव्य - पर्यायशब्दौ भिन्नार्थकाविति स्थितम् । तत्र 'अनुपयोगो द्रव्यं' इति 'भूतस्य भाविनो वा भावस्य कारणं द्रव्यं' इति वा परिभाषया निक्षेपसम्बन्धि द्रव्यं प्राप्यते, नयसम्बन्धि तु द्रव्यं 'द्रवति तांस्तान् पर्यायान् गच्छतीति द्रव्यं' इति 'गुण- पर्यायवद् द्रव्यं' इति वा परिभाषया प्राप्यते । ततश्च तत्तद्वाचकौ द्रव्यशब्दौ भिन्नाभिप्रायकावेवेति स्पष्टम्। एवं ‘भवनं-विवक्षितक्रियानुभवनं भावः' इति तु निक्षेपसंलग्नभावशब्दस्य व्युत्पत्तिः, नयसंलग्नपर्यायशब्दस्य तु ‘પરિતઃ = સર્વતો व्याप्तिः पर्यायः' इति व्युत्पत्तिरिति तावपि द्वौ भिन्नार्थकावेति स्पष्टम् ।
ततश्च यदि कश्चिन्नयो द्रव्यनिक्षेपमिच्छति, न चैतावतैव तस्य द्रव्यार्थिकत्वमेव पर्यायार्थिकत्वहानिश्चेति वक्तुं पार्यते । एवमेव यदि નયવિંશિકાગ્રન્થમાં ક૨વાની ભાવના છે.
આમ, નિક્ષેપસંબંધી દ્રવ્ય-ભાવશબ્દ કરતાં નયસંબંધી દ્રવ્ય-પર્યાય શબ્દો અલગ અર્થવાળા જ છે (ને તેથી શબ્દો પણ અલગ જ છે) એ નિશ્ચિત થયું. એમાં ‘અનુપયોગ એ દ્રવ્ય’ એવી કે ‘ભૂત-ભાવી ભાવનું કારણ એ દ્રવ્ય’ એવી પરિભાષા દ્વારા નિક્ષેપસંબંધી દ્રવ્ય મળે છે. જ્યારે નયસમ્બન્ધી દ્રવ્ય તો ‘દ્રવતિ તે તે પર્યાયોને પામે તે દ્રવ્ય' એવી અથવા ‘ગુણ-પર્યાયવાળું હોય તે દ્રવ્ય' એવી પરિભાષાથી મળે છે. તેથી આ બન્નેના વાચક દ્રવ્યશબ્દ ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા છે એ સ્પષ્ટ છે. એમ ‘ભવનં = વિવક્ષિતક્રિયાનુભવન એ ભાવ' આવી વ્યુત્પત્તિ નિક્ષેપસંલગ્ન ‘ભાવ’ શબ્દની છે, જ્યારે નયસંબંધી ‘પર્યાય’ શબ્દની તો પરિતઃ = ચારે બાજુથી વ્યાપ્તિ એ પર્યાય' આવી વ્યુત્પત્તિ છે. માટે આ બન્ને શબ્દ પણ ભિન્ન-ભિન્ન અભિપ્રાયવાળા જ છે એ સ્પષ્ટ છે. એટલે કોઈક નય દ્રવ્યનિક્ષેપને સ્વીકારે એટલા માત્રથી એ દ્રવ્યાર્થિક જ હોય, એનું પર્યાયાર્થિકત્વ હણાઈ જ જાય' એવું કહી શકાતું નથી.
Jain Education International
=
श्रीनिक्षेपविंशिका - १८
For Private & Personal Use Only
www.jainelibrary.org