________________
२१८
श्रीनिक्षेपविंशिका-१८
अत्र सामायिकं किम् ? द्रव्यं गुणो वा ? इति प्रश्ने द्रव्यार्थिकनयमते गुणप्रतिपन्नो जीवः सामायिकम्, पर्यायार्थिकनयमते तु जीवस्य गुण एव सामायिकमित्युत्तरम् । अत्र द्रव्यार्थिकमते जीवलक्षणस्य द्रव्यस्यैव सामायिकतयाऽभिधानं, गुणस्य तु तद्विशेषणतयैव, यथा 'कुण्डलतापन्नं सुवर्णं' इत्यत्र कुण्डलत्वपर्यायस्य सुवर्णद्रव्यविशेषणतयैवाभिधानम् । एवं पर्यायार्थिकमते गुणलक्षणपर्यायस्यैव सामायिकतयाऽभिधानं, जीवस्य तु तद्विशेषणतयैव, यथा ‘पत्रस्य नीलता' ('पत्रसम्बन्धिनी नीलता') इत्यत्र पत्रलक्षणद्रव्यस्य नीलतागुणविशेषणतयैवाभिधानम् । एवं पर्यायस्य द्रव्यविशेषणतयाऽभिधानं न द्रव्यार्थिकस्य द्रव्यविषयत्वं व्याहन्ति । तथा द्रव्यस्य पर्यायविशेषणतयाऽभिधानं न पर्यायार्थिकस्य पर्यायविषयत्वं व्याहन्ति । મી ગાથાનો અર્થ-વ્યાખ્યાનો ભાવાર્થ આવો છે. અહીં, સામાયિક શું છે? દ્રવ્ય કે ગુણ ? આવા પ્રશ્નમાં દ્રવ્યાર્થિકનયમતે ગુણયુક્તજીવ સામાયિક છે, પર્યાયાર્થિકનયમતે જીવનો ગુણ સામાયિક છે - એમ ઉત્તર છે. આમાં દ્રવ્યાર્થિકમતમાં જીવાત્મક દ્રવ્યને જ સામાયિક માનેલ છે. ગુણનો તો એના વિશેષણ તરીકે જ ઉલ્લેખ છે. જેમ કે કુંડલપણાને પામેલું સુવર્ણ' આવા વાક્યમાં કુંડલપર્યાયનો સુવર્ણદ્રવ્યના વિશેષણ તરીકે જ ઉલ્લેખ છે. એમ પર્યાયાસ્તિક મતે ગુણાત્મકપર્યાયનો જ સામાયિક તરીકે ઉલ્લેખ છે, જીવદ્રવ્યનો તો એના વિશેષણરૂપે જ ઉલ્લેખ છે. જેમ “પત્રની નીલતા.. (પત્ર સંબંધિની નીલતા) આવા વાક્યમાં પત્રાત્મક દ્રવ્યનો નીલતાગુણના વિશેષણ તરીકે જ ઉલ્લેખ છે. આમ, પર્યાયનો દ્રવ્યના વિશેષણ તરીકે ઉલ્લેખ હોય તો એટલા માત્રથી દ્રવ્યાર્થિકનું દ્રવ્યવિષયત્વ હણાઈ જતું નથી. એમ દ્રવ્યનો પર્યાયના વિશેષણરૂપે ઉલ્લેખ હોય તો એટલા માત્રથી પર્યાયાર્થિકનું પર્યાયવિષયકત્વ હણાઈ જતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org