________________
भाष्यकारवचनविरोधपरिहारः
२१५
लक्षणोपयोगरूपस्य = भावनिक्षेपस्याप्यभ्युपगन्तृत्वं मन्तव्यमेवेति चेत् ? न, प्रत्ययस्य नामतुल्यताया अभावात् । नाम्नः पृथग्निक्षेपत्वं, न तथा प्रत्ययस्येति । अग्रे तु = यत्र ‘शब्दनया भावमेवेच्छन्ति, शेषाः सर्वनिक्षेपान्' इत्याद्युक्तं तत्र केषां नयानां के निक्षेपाः संमताः ? इति व्यवस्थाप्रदर्शनाधिकारसद्भावात् 'शब्दनया भावमेवेच्छन्ति, शेषाः सर्वनिक्षेपान्' इति विशेषोक्तिरिति ।
यद्वा द्रव्यार्थिकस्य नामादित्रयविषयत्वमेव भाष्यकृता यदुक्तं तत्रायमप्यभिप्रायः सम्भवेद्यद्- (नयरहस्ये) पूर्वं द्रव्यार्थिकस्य भावनिक्षेपसहत्वं यदुपपादितं तद् द्रव्यविशेषणतया पर्यायाभ्युपगममाश्रित्यैव। इतराविशेषणत्वलक्षणमुख्यत्वरूपस्वातन्त्र्येण यदि वक्तव्यं, तदा तस्य नामादित्रयविषयत्वमेव, पर्यायात्मकभावस्य तेन द्रव्यविशेषणतयैव
સમાધાન ઃ ના, કારણ કે પ્રત્યયમાં નામતુલ્યતા છે નહીં, તે આ રીતે - નામ પૃથર્ નિક્ષેપરૂપ છે, પ્રત્યય એવો નથી.
તથા આગળ = ૨૮૪૭મી ગાથામાં = “શબ્દનયો ભાવનિક્ષેપ જ માને છે, શેષનયો સર્વનિક્ષેપાઓને એમ કહ્યું છે ત્યાં, ક્યા નયોને કયા નિક્ષેપ માન્ય છે? એ વ્યવસ્થા દર્શાવવાનો અધિકાર છે, એટલે “શબ્દનો ભાવનિક્ષેપને જ માને છે, શેષનો બધા નિક્ષેપાઓને એમ વિશેષ પ્રકારે કથન કર્યું છે.
અથવા, દ્રવ્યાર્થિકનય નામાદિ ત્રણ નિક્ષેપને જ સ્વીકારે છે એવું ભાષ્યકારે જે કહ્યું છે તેમાં આવો અભિપ્રાય સંભવે કે (નરહસ્યગ્રંથમાં) પહેલાં દ્રવ્યાર્થિક ભાવનિક્ષેપસહ છે એવું જે સંગત કરી દેખાડ્યું છે તે દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને એ જે સ્વીકારે છે તેને નજરમાં રાખીને જ, પણ, અન્યના અવિશેષણરૂપે સ્વીકાર (= સ્વીકાર હોય, પણ અન્યના વિશેષણરૂપે ન હોય) એ મુખ્યત્વ કહેવાય. આવા મુખ્યત્વરૂપ સ્વતન્નતાને નજરમાં રાખીને જો કહેવાનું હોય તો દ્રવ્યાર્થિકનો વિષય નામાદિ ત્રણ નિપા જ છે, કારણ કે ગુણાત્મક પર્યાયરૂપ ભાવને તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org