________________
२१४
श्रीनिक्षेपविंशिका-१८
ननु तथापि णामाइतियं दव्वट्ठियस्स, भावो अ पज्जवणयस्स (७५) त्ति पूर्वमभिधाय पश्चाद् ‘भावं चिय सद्दणया, सेसा इच्छंति सव्वणिक्खेवे' (२८४७) तथा सव्वणया भावमिच्छति (३६०१) त्ति वदतां भाष्यकृतां कोऽभिप्राय इति चेत् ? ___अयमभिप्रायः- ‘घटनाद् = जलाहरणाद् घटः' इति व्युत्पत्त्याश्रयणेन नैगमादयो जलाहरणादिरूपभावघटमभ्युपगच्छन्ति, परन्तु घटोपयोगरूपं भावघटं ते नाभ्युपगच्छन्ति । अतः पूर्वं = यत्र द्रव्यार्थिकस्य नामादित्रिकं संमतमित्युक्तं तत्र शुद्धचरणोपयोगरूपभावमङ्गलाधिकारसम्बन्धात्तेन चोपयोगरूपभावनिक्षेपानभ्युपगमान् निक्षेपत्रिकस्यैवाभ्युपगन्तृत्वमुक्तम् । ननु ‘अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेयाः' इति वचनात्प्रत्ययस्य नामतुल्यता स्पष्टैवेति नामनिक्षेपस्येव प्रत्यय
શંકા વિશેષાવશ્યકભાષ્યમાં ૭૫મી ગાથામાં “નામાદિ ત્રણ નિક્ષેપ કવ્યાર્થિકને માન્ય છે અને ભાવનિક્ષેપ પર્યાયાર્થિકનને માન્ય છે એમ કહ્યા પછી ૩૬૦૧મી ગાથામાં “શબ્દનો ભાવને જ માને છે, બાકીના નયો બધા નિક્ષેપાઓને માને છે” આવું કહેવા પાછળ ભાષ્યકારનો શો અભિપ્રાય છે ?
સમાધાન : આ અભિપ્રાય છે - “ઘટન = જળાહરણ... આવું ઘટન કરે એ ઘટ’ આવી વ્યુત્પત્તિને નજરમાં રાખીને નૈગમ વગેરે નયો જળાહરણાદિ રૂપ ભાવઘટને માને છે, પણ ઘટોપયોગરૂપ જે ભાવઘટ, એને તેઓ માનતા નથી. એટલે પૂર્વમાં = ૭૫ મી ગાથામાં કે જ્યાં દ્રવ્યાર્થિકને નામાદિ ત્રણ સંમત છે એમ કહ્યું છે, ત્યાં શુદ્ધચારિત્રોપયોગરૂપ ભાવમંગળનો અધિકાર છે, ને નૈગમનય ઉપયોગરૂપ ભાવનિક્ષેપને તો માનતો નથી. માટે એ ત્રણનિક્ષેપને જ માને છે એમ કહ્યું.
શંકા: “અર્થાભિધાનપ્રત્યયાતુલ્યનામધેયા” એવા વચનને અનુસરીને પ્રત્યયન = ઉપયોગની નામતુલ્યતા સ્પષ્ટ જ છે. એટલે નામનિક્ષેપની જેમ ઉપયોગરૂપભાવનિક્ષેપની માન્યતા પણ માનવી જ જોઈએ ને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org