________________
नयरहस्योक्तः समाधानप्रकारः
I
सहापत्तिः । तथापि न नैगमस्य पर्यायार्थिकनयत्वापत्तिः, द्रव्यविशेषणतया पर्यायाभ्युपगमात् । यस्तु पर्यायमितराविशेषणत्वरूपप्राधान्येनाभ्युपगच्छति तस्यैव पर्यायार्थिकनयत्वादिति ।
ननु यथा विशुद्धो नैगमभेदो भावनिक्षेपमविशुद्धाश्च नैगमभेदा नामादित्रिकमभ्युपगच्छन्ति तथा विशुद्धाः शब्दादयः पर्यायार्थिकनया भावनिक्षेपमविशुद्धाश्च ते नामादित्रिकमभ्युपगच्छन्त्विति चेत् ? न, शब्दादीनां पर्यायार्थिकनयानां नैगमवदविशुद्ध्यभावात् । शब्दादौ कल्पितमवास्तवं नामादिनिक्षेपाभ्युपगन्तृत्वं तु नोक्तविभागमुपहन्तीति । एतत्सर्वं नयरहस्ये श्रीमतां महोपाध्यायानां पर्यालोचनमिति ध्येयम् । तथा तत्रैव
જશે... એવી આપત્તિ આપી શકાતી નથી. વળી પર્યાયોને પ્રધાનરૂપે સ્વીકારતો હોવા છતાં નૈગમનય પર્યાયાર્થિકનય બની જવાની આપત્તિ નથી, કારણ કે એ દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારે છે. પર્યાયાર્થિક નય તો એ જ કહેવાય છે જે અન્યના અવિશેષણરૂપ પ્રધાનતાથી પર્યાયને સ્વીકારતો હોય.
२१३
શંકા : જેમ વિશુદ્ધર્નંગમ ભાવનિક્ષેપને અને અવિશુદ્ધનૈગમનયો નામાદિ ત્રણ નિક્ષેપને માને છે, તેમ શબ્દાદિ વિશુદ્ધ પર્યાયાર્થિકનયો ભાવનિક્ષેપને ને અવિશુદ્ધ તે નયો નામાદિ ત્રણને માને છે એમ પણ કહો ને !
સમાધાન : ના, એમ કહી શકાતું નથી, કારણ કે શબ્દ વગેરે પર્યાયાર્થિકનયોમાં નૈગમની જેમ અવિશુદ્ધિ સંભવતી નથી. અને, શબ્દાદિનયો પણ નામાદિનિક્ષેપાઓને સ્વીકારે છે એવી અવાસ્તવિક કલ્પના માત્ર કરવાની હોય તો એ કાંઈ ભાષ્યોક્ત વિભાગને હાનિકર્તા નથી. આ બધું નયરહસ્યગ્રન્થમાં મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજનું ચિન્તન છે, એ જાણવું. તથા ત્યાં જ નીચેના શંકા-સમાધાન પણ દર્શાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org