________________
२१२
श्रीनिक्षेपविंशिका-१८
गुणपडिवन्नो णयस्स दवट्ठियस्स सामइयं (७९२) त्ति । अत्र हि द्रव्यार्थिकस्य नयस्य किं सामायिकम् ? इति प्रश्ने ‘गुणप्रतिपन्नो जीवः सामायिकम्' इति यदुत्तरं तेन, तस्य जीवलक्षणद्रव्यविशेषणतया गुणलक्षणपर्यायः संमत इति ज्ञायत एव । न च द्रव्यार्थिकेन गुणाभ्युपगमो गौणतया प्राधान्येन वा ? आद्ये पक्षे सुनयतया गौणत्वेन द्रव्यमभ्युपगच्छतां शब्दादीनामपि द्रव्यनिक्षेपसहापत्तिः । अन्तिमे नैगमस्यापि पर्यायार्थिकनयत्वापत्तिः, शब्दादिवत्प्राधान्येन पर्यायाभ्युपगमादिति वाच्यं, इतराविशेषणत्वरूपप्राधान्येन पर्यायानभ्युपगमात् । अयमाशयः– विशुद्धो नैगमभेदः प्राधान्येनैव पर्यायानभ्युपगच्छति, न तु गौणतयेति न गौणतया द्रव्यमभ्युपगच्छतां शब्दादीनां द्रव्यनिक्षेपયુક્તજીવ એ સામાયિક છે. (૭૯૨) અહીં, દ્રવ્યાર્થિકનયમતે સામાયિક શું છે ? એ પ્રશ્નના જવાબમાં “ગુણ-યુક્તજીવ એ સામાયિક છે' આવું જે કહ્યું છે તેનાથી તે નયને, જીવાત્મકદ્રવ્યના વિશેષણ તરીકે ગુણાત્મક પર્યાય માન્ય છે એ જણાય જ છે.
શંકા : દ્રવ્યાર્થિક નય ગુણને ગૌણરૂપે માને છે કે પ્રધાનરૂપે? જો ગૌણરૂપે માનતો હોય અને છતાં એ ભાવનિક્ષેપસહ (= ભાવનિક્ષેપને સ્વીકારનારો) કહેવાતો હોય તો સુનયતા જાળવી રાખવા દ્રવ્યને ગૌણરૂપે સ્વીકારતા શબ્દાદિ નયો દ્રવ્યનિક્ષેપસહ (= દ્રવ્યનિક્ષેપને સ્વીકારનારા) બની જવાની આપત્તિ આવશે. જો ગુણને પ્રધાનરૂપે સ્વીકારતો હોય તો એ નૈગમનય પણ પર્યાયાર્થિક બની જશે, કારણ કે શબ્દાદિનયોની જેમ જ પ્રધાનપણે પર્યાયને માનનારો છે.
સમાધાનઃ તમારી શંકા બરાબર નથી, કારણ કે નૈગમનય અન્યના અવિશેષણરૂપ પ્રાધાન્યથી પર્યાયોને સ્વીકારતો નથી. આશય એ છે કેવિશુદ્ધ નૈગમભેદ પર્યાયોને પ્રધાનરૂપે જ સ્વીકારે છે, નહીં કે ગૌણરૂપે. એટલે એ ગૌણરૂપે પર્યાયને સ્વીકારતો હોવા છતાં જો ભાવનિક્ષેપસહ છે તો ગૌણરૂપે દ્રવ્યને સ્વીકારતા શબ્દાદિનયો દ્રવ્ય નિક્ષેપસહ બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org