________________
२०८
श्रीनिक्षेपविंशिका-१८
यत्वापत्तेः । ततश्च गौणतयेष्यमाणस्याप्यभ्युपगन्तृत्वं यदि कथनीयं, तदा शब्दादीनां द्रव्यनिक्षेपाभ्युपगमो वक्तव्यः स्यादेवेति भावं चिय सद्दणया' इति भाष्यवचनविरोधः स्पष्ट एवेति । न च द्रव्यार्थिको पर्यायमपि मुख्यतयैवेच्छतीति न गौणतयेष्यमाणस्याभ्युपगन्तृत्वकथनापत्तिः । अथ द्रव्यार्थिक एव यदि द्रव्यमपि पर्यायमपि च मुख्यतयेच्छति, तदा पर्यायार्थिकण किमेष्टव्यमिति चेत् ? द्रव्य-पर्यायद्वयमेवेति चेत् ? तर्हि तयोरेकतरस्य कल्पनाऽनुपपन्नैव स्यात्, समानविषयत्वादिति चेत् ? न, द्रव्यार्थिकस्य सर्वथाऽभेदेन द्वयस्याभ्युपगमः, पर्यायार्थिकस्य तु सर्वथा भेदेनेति नैकतरस्यापि कल्पनानुपपत्तिः। ततश्च द्रव्यार्थिकस्यापि भावनिक्षेपाभ्युपगमो नानुपपन्न इति वाच्यं, સ્વીકારે જ છે, નહીંતર તો દુર્નય બની જાય. એટલે, જે નય જેને ગૌણરૂપે સ્વીકારતો હોય, “એને પણ એ ન સ્વીકારે છે' એમ જો કહેવાનું હોય તો “શબ્દાદિ દ્રવ્યનિક્ષેપને સ્વીકારે છે એમ કહેવું જ પડશે. અને તો પછી “શબ્દનો ભાવનિક્ષેપ જ ઈચ્છે છે” એવા ભાષ્યવચનનો વિરોધ સ્પષ્ટ છે જ.
પ્રતિશંકા: તો એમ રાખો કે દ્રવ્યાર્થિકનય પર્યાયને પણ મુખ્યતયા જ માને છે. એટલે “જેને ગૌણરૂપે જોતો હોય તેને પણ એ માને છે એવું કહેવાની આપત્તિ નહીં આવે.
શંકાકાર : દ્રવ્યાર્થિકનય જ જો દ્રવ્યને અને પર્યાયને.. એમ બન્નેને મુખ્યરૂપે માનતો હોય તો પછી પર્યાયનય શું માનશે ?
પ્રતિશંકા : એ પણ દ્રવ્ય-પર્યાય બન્નેને માને એમ રાખો ને !
શંકાકાર : તો પછી બેમાંથી એકને જ માનો ને. બીજા નયની કલ્પના જરૂરી જ નહીં રહે, કારણ કે બન્નેનો વિષય સમાન છે.
પ્રતિશંકા : ના, છતાં બન્નેની માન્યતામાં તફાવત પણ છે જ. તે આ રીતે - દ્રવ્યાર્થિક સર્વથા અભેદ સંબંધથી દ્રવ્ય-પર્યાય માને છે, પર્યાયાર્થિક સર્વથા ભેદસંબંધથી એ બેને માને છે, માટે એકેની કલ્પના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org