________________
२०६
श्रीनिक्षेपविंशिका-१८
||૨૭ી રૂહ -
नत्थि नएहिं विहूणं सुत्तं अत्थो अ जिणमए किंचि ।
आसज्ज उ सोआरं नए नयविसारओ बूया ॥ (आ.नि.७६१) इति वचनाजिनमते सर्वं वस्तु प्रायो नयैर्विचार्यते- इति मनसिकृत्याह
अथ नामादिनिक्षेपा योज्यन्ते च नयैः सह । नैगमादय इच्छन्ति सर्वान् शब्दादयोऽन्तिमम् ॥१८॥
अत्र चकारो भिन्नक्रमः शब्दादय इत्यनन्तरं योज्यः । ततश्च, अथ नामादिनिक्षेपा नयैः सह योज्यन्ते । तत्र नैगमादयो नयाः सर्वान् निक्षेपानिच्छन्ति, शब्दादयश्च नया अन्तिमं = भावनिक्षेपमेवेच्छन्ति। इति गाथासङ्केपार्थः । विस्तरार्थस्त्वेवं- एतेषु नामादिषु मध्ये नामस्थापना-द्रव्यनिक्षेपत्रयं पर्यायास्तिकनयस्य नाभिमतं, विवक्षितभावછે, એમ મને લાગે છે. એટલે જ મારો પણ એની સિદ્ધિ કરવા માટેનો આટલો પ્રયાસ છે એમ જાણવું. I/૧૭ની
- જિનમતમાં નયોથી રહિત હોય એવું કોઈ સૂત્ર કે અર્થ છે નહીં. યોગ્ય શ્રોતાને પામીને નાવિશારદ વક્તાએ નયોને કહેવા જોઈએ. આવા આ.નિ.ના વચનને અનુસરીને આ જૈનપ્રવચનમાં બધી વાતો પ્રાયઃ નયો દ્વારા વિચારવામાં આવે છે, આ વાતને ધ્યાનમાં રાખીને કહે છે–
ગાથાર્થ : હવે, આ નામાદિ ચાર નિક્ષેપાઓને નયોની સાથે જોડવામાં આવે છે = નયોથી વિચારવામાં આવે છે. એમાં નૈગમાદિનયો બધા નિક્ષેપને સ્વીકારે છે અને શબ્દાદિ નયો માત્ર અંતિમ નિક્ષેપને સ્વીકારે છે. ગાથાનો સંક્ષેપાર્થ પણ આવો જ જાણવો.
વિસ્તરાર્થ : આ નામાદિ ચાર નિક્ષેપમાંથી પર્યાયાસ્તિકનયને નામાદિત્રણ માન્ય નથી, કારણ કે એ ત્રણ વિવક્ષિતભાવશૂન્ય છે, ને પર્યાયાસ્તિકનય માત્ર ભાવને જ જોનાર છે. શબ્દાદિનયો પણ પર્યાયાસ્તિક તો છે જ. માટે ભાવનિક્ષેપ જ માન્ય કરે છે. નૈગમ વગેરે તો બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org