________________
पूर्वाचार्याणां द्रव्यजीवसिद्धावेव स्वरसः
२०५
तत्कारणं- निक्षेपनिरूपणस्य मूलमुद्गमस्थानं सम्प्रत्युपलभ्यमानेषु ग्रन्थेष्वनुयोगद्वारसूत्रमेवेति मे मतिः, तत्र निक्षेपनिरूपणं विस्तरतो लभ्यते, तथा निक्षेपचतुष्टयसर्वव्यापितानियमसूत्रमपि तत्रोपलभ्यते, तथापि न तत्सूत्रकारैर्न वा तद्वृत्तिकारैर्द्रव्यजीवविषयः शङ्कालेशोऽपि समुद्भावितः, न वा तद्विषयं किञ्चिदप्युक्तम् । तथाऽधुनोपलभ्यमानेषु ग्रन्थेषु यस्मिन् निक्षेपविषयः सर्वाधिकविस्तरो दृश्यते तस्मिन् विशेषावश्यकभाष्यग्रन्थेऽन्यत्रानुपलभ्यमानान्यपि नैकानि चालना-प्रत्यवस्थानानि समुपलभ्यन्ते, परन्तु विषयेऽस्मिन्नैकोऽपि शब्दो भाष्यकारैर्वृत्तिकारैर्वोच्चरितः श्रूयते। ततश्चैतयोर्ग्रन्थयोः कोंस्तद्वृत्तिकारयोश्च मनसि निक्षेपचतुष्टयसर्वव्यापितानियमभङ्गविषयः शङ्कागन्धोऽपि नाभूदिति निश्चीयत एव । एतन्निश्चयप्रभावेणैव सर्वेषां ग्रन्थकृतां द्रव्यजीवसिद्धावेव स्वरस इति मे मतिः । अत एव ममापि तत्सिद्ध्यर्थमेतावान् प्रयास इति ध्येयम्
સમાધાન : આ અંગે મેં વિચારેલું કારણ આવે છે - નિક્ષેપનિરૂપણનું મૂળ ઉદ્ગમસ્થાન, વર્તમાનમાં મળતાં ગ્રન્થોમાં, અનુયોગદ્વારસૂત્ર જ છે, એમ હું માનું છું. એ ગ્રન્થમાં નિક્ષેપનું નિરૂપણ વિસ્તારથી મળે છે. તથા નિક્ષેપચતુષ્ટયની સર્વવ્યાપિતાના નિયમને જણાવનાર સૂત્ર પણ એમાં જ છે. છતાં પણ એ સૂત્રકારે કે એના વૃત્તિકારે દ્રવ્યજીવવિષયક એક નાની શંકા પણ ઊઠાવી નથી કે એ અંગે કશું જ કહ્યું નથી. તથા, વર્તમાનમાં મળતા ગ્રન્થોમાં જેમાં નિક્ષેપ અંગેનો સહુથી વધારે વિસ્તાર મળે છે તે વિશેષાવશ્યક ભાષ્ય ગ્રન્થમાં, અન્યગ્રન્થોમાં ન મળતાં એવા પણ અનેક શંકા-સમાધાન મળે છે, પણ આ વિષયમાં ભાષ્યકારે કે વૃત્તિકારે એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. એટલે આ બન્ને ગ્રન્થના કર્તાઓ કે એના વૃત્તિકારોના મનમાં સર્વવ્યાપિતાનિયમના ભંગની એક ઊંડે ઊંડે પણ શંકા હતી નહીં એ નિશ્ચિત થાય છે જ. આવા નિશ્ચયના પ્રભાવે જ બધા ગ્રન્થકારોની દ્રવ્યજીવ સિદ્ધ થાય એમાં જ રુચિ રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org